અવકાશમાંથી કેવું દેખાઈ રહ્યું છે બિપોરજોય? ભયાનક દ્રશ્યો આવ્યા સામે

  • June 14, 2023 08:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર-પૂર્વી અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય ચક્રવાતનો અત્યાર સુધીમાં ક્યારેય ન જોવાયેલો ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અવકાશમાં 400 કિલોમીટર ઉપરથી લેવામાં આવ્યો છે. જેમાં બિપરજોયનું મહાભયાનક સ્વરૂપ દેખાઈ રહ્યું છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)એ તાજેતરમાં જ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા બિપરજોય ચક્રવાતના ફૂટેજ જારી કર્યા છે. યુનાઇટેડ આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ તાજેતરમાં અવકાશમાં ISSથી અરબી સમુદ્ર પર ભયંકર ચક્રવાત બિપરજોયના મંત્રમુગ્ધ કરનાર ફૂટેજ શેર કર્યા પછી ટ્વિટર પર ખૂબ જ તોફાન મચાવ્યું હતું.

વાયરલ વિડિયોમાં નેયાદી તેના કૅમેરાને જમીનથી સમુદ્ર સુધી પૅન કરે છે, જે સમુદ્ર પર વાદળોનું વિશાળ આવરણ દર્શાવે છે. જેમ જેમ ISS પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે તેમ તેમ અરબી સમુદ્ર પરના સફેદ વાદળો જાણે ધીમે ધીમે માર્ગ આપતો હોય તેમ લાગી રહ્યું છે. વીડિયોમાં બિપરજોયના ભયાનક વમળો છેક અનેક કિલોમીટર ઉપર અવકાશમાંથી સ્પષ્ટ જોઈ શકાય તેવા છે. 

આ વીડિયો અને તસવીરોમાંથી સ્પષ્ટરૂપે જોઈ શકાય છે કે, વાવાઝોડાનો ઘેરાવ કેવો અને કેટલો છે. તેવી જ રીતે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ચક્રાવાતનો ઘેરાવ કેટલો વિશાળ છે. તેમાં સર્જાતા ચક્રવાતી વમળો પણ ભયાનક છે. ચક્રવાત ધીમે ધીમે કઈ રીતે આગળ વધી રહ્યું છે અને દરિયાકાઠાં સાથે ટકારાતા કઈ હદે વિનાશ વેરશે તેની ભયાનકતા દર્શાવે છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી જાહેર કરવામાં આવેલા બિપરજોય ચક્રવાતની આ પહેલી અવકાશી તસવીર અને વીડિયો છે. જેનાથી ચક્રવાતની ભયાનકતાની સાચી તસવીર સામે આવી છે. અત્યાર સુધી માત્ર અંદાજ જ લગાવવામાં આવતો હતો કે બિપરજોય ચક્રવાત કેવું છે. 

હજારો લીટર પાણી ચક્રવાતના મોજા સાથે ઉડી રહ્યું છે. ચક્રવાતની આંખનો ઘેરાવ અનેક કિલોમીટરનો હોઈ શકે છે તે આ વીડિયો પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. વીડિયોમાં ચક્રવાતની આસપાસ ભયાનક વમળો જોઈ શકાય છે. જેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે, આ ચક્રવાત કઈ હદનું ભયાનક છે. જો 400 કિલોમીટર અવકાશમાંથી આટલો ભયાનક નજારો હોય તો જ્યારે તે ગુજરાતના દરિયાકાંઠે ટકારાશે ત્યારે તે કઈ હદનું ભયાનક સ્વરૂપ ધારણ કરશે તેનો અંદાજ લગાવવો જ મુશ્કેલ છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application