બેંકમાંથી પિયા ૩૪.૮૭ લાખની લીધેલી હોમ લોન સંદર્ભે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લેવાયાના સંજોગોમાં ચાલુ લોને કોવિડ–૧૯ બીમારીમાં લોનીનું મૃત્યુ થયા અંગે લાઈફ પોલિસીના નોમિની દરે રહેલા પત્નીએ પતિના મૃત્યુનો કરેલો ઇન્સ્યોરન્સ કલેઇમ નામંજૂર કર્યા સામે કરવામાં આવેલી ફરિયાદમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે ફરિયાદ મંજૂર કરીને વીમાની રકમ છ ટકા વ્યાજ સાથે જમા લઈ વધતી રકમ ફરિયાદીને ચૂકવવા વીમા કંપની અને બેંકને હત્પકમ કર્યેા છે.
આ કેસની હકીકત મુજબ, મોહમ્મદ આરીફભાઈ મુસાણીએ આઇસીઆઇસીઆઇ બેંક પાસેથી . ૩૪,૮૭,૬૩૩ની હોમ લોન લીધી હતી. જેમાં .૨૬,૯૩૬નાં ૨૪૦ હાનું એગ્રીમેન્ટ હતું, જેમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્સીયલ લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીમાં લોનનો વીમો ઉતરાવેલ હતો, નોમિની તરીકે તેમના પત્ની ગુલશનબાનુ મોહમ્મદભાઈ મુસાણીને રાખેલ હતા. દરમિયાન લોની મોહમ્મદભાઈ મુસાણીનું કોવિડ–૧૯ની મહામારીમાં મૃત્યુ થયેલ, ત્યારબાદ પત્ની ગુલશનબાનુએ નોમિની દરજજે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સીયલ લાઈફ ઈન્સ્યુરન્સ કંપની પાસે સદર રકમનો રજૂ કરેલો કલેઈમ નામંજુર કરવામાં આવેલ અને હોમલોન પેટેનાં પિયા ૩૪ લાખની રકમ પોલિસી મુજબ ફરીયાદીને મળવાપાત્ર ન હોય તેવું જણાવેલ હતું. આથી લોહીની ગુલશનબાનુએ એડવોકેટ સ્તવન જી. મહેતા મારફત રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ વીમા કંપની અને બેંક સામે . ૩૪ લાખની ફરીયાદ દાખલ કરી હતી. તેમાં ઈન્સ્યુરન્સ કંપની લોન પેટે બાકી રહેતી રકમ બેંકને ચુકવી આપે, માનસિક ત્રાસનું વળતર અને લિટિગેશન ચાર્જ ચુકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
આ કેસ ચાલવા ઉપર આવતા વીમા કંપની તરફથી સખત વાંધાઓ લેવામાં આવેલ હતા કે ગુજરનારે વીમો ઉતરાવતા સમયે તેની બિમારી છુપાવેલ હોય તેથી ફરીયાદીને સદરહત્પ રકમ મળવા માટે હકદાર નથી. ફરિયાદીના વકીલ દ્રારા પણ ધારદાર દલીલો કરવામાં આવી હતી. જે ધ્યાને લઈ
ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ જજ પી.સી. રાવલ તથા સભ્ય એમ.એસ. ભટ્ટ એવા નિષ્કર્ષ પર આવેલ કે, આ કામનાં ગુજરનારનું મૃત્યું ન્યુમોનિયા કોવિડ–૧૯ની મહામારીમાં થયેલ હોય જે હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરી ૫૨થી પ્રમાણિત થાય છે, વીમા કંપની તરફે લેવાયેલ અન્ય બીમારીના વાંધા સાથે મૃત્યુને કોઈ સંબધં જણાતો નથી. જેથી ફરીયાદીની ફરીયાદ દાખલ તારીખથી ૬ % વ્યાજ સાથે . ૩૪ લાખ વીમા પેટે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સીયલ લાઈફ ઈન્સ્યુરન્સ કંપની, આઇસીઆઇસીઆઇ બેંકને ચુકવી આપશે અને તે રકમ જમા લીધા બાદ જો કોઇ રકમ વધતી હોય તે ફરીયાદીને ચુકવવી આપવાની રહેશે. આ કામમાં ફરીયાદી વતી યુવા એડવોકેટ સ્તવન જી. મહેતા, નિકુંજ એમ. શુકલ, હર્ષ મહેશભાઈ ત્રિવેદી, બ્રિજેશ ચૌહાણ, નિલરાજ રાણા, શ્યામ ત્રિવેદી, સત્યજીત જાડેજા, પ્રકાશ ચાવડા તથા અભય લખતરીયા, મદદનીશ નિશાંત ચાવડા, નિરંજન ભટ્ટી, સનમબેન શેખ અને શિતભાઈ રોહિત રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech