આગામી તારીખ ૨૬ થી રાજયના અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઈકાલથી પવનની ગતિમાં અને ભેજના પ્રમાણમાં એકાએક જોરદાર વધારો થતાં ઠંડીની તીવ્રતામાં પણ વધારો થયો છે. ગિરનાર પર્વત ઉપર ૬.૭ નલિયામાં ૭.૫ અને રાજકોટમાં ૯ ડીગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ પૂર્વ દિશામાંથી બરફીલા પવાનો ફુકાય છે. અત્યાર સુધી તેની ગતિ સરેરાશ ૬ કિલોમીટર આસપાસ હતી પરંતુ આજે તે વધીને ૧૦ થી ૧૨ કિલોમીટર જેટલી થઈ ગઈ છે. આવી જ રીતે દરિયા તરફથી ભેજ મોટા પ્રમાણમાં આવી રહ્યો છે અને તેના કારણે ઠાર વધી ગયો છે. આજે નલિયામાં ૮૭ ડીસામાં ૮૦ ગાંધીનગરમાં ૮૫ જૂનાગઢમાં ૭૮% ભેજ નોંધાયો છે. રાજકોટમાં પવનની ગતિ કલાકના ૧૨ કીલોમીટર ની રહેવા પામી છે.
ઠાર, ભેજવાળા વાતાવરણ અને પવનની ગતિમાં વધારાના કારણે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યેા છે. આજે અમરેલીમાં ૧૧.૮ ભાવનગરમાં ૧૩.૫ દ્રારકામાં ૧૪.૫ ઓખામાં ૧૮.૨ પોરબંદરમાં ૧૧ વેરાવળમાં ૧૩.૯ અમદાવાદમાં ૧૨.૫ ડીસામાં ૧૨.૮ ગાંધીનગરમાં ૧૧ અને વડોદરામાં ૧૪.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
લઘુતમની સાથો સાથ મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. રાયના લગભગ તમામ વિસ્તારમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી નીચે નોંધાયું છે. સવારથી ભેજવાળું અને ધૂંધળું વાતાવરણ રહે છે સૂર્યનારાયણના દર્શન થાય છે પરંતુ તડકો કુમળો હોય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech