ઘાસ ડેપોમાં રીઝર્વ પડેલું ઘાસ પશુપાલકોને આપો

  • August 30, 2024 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમા વધુ વરસાદને કારણે પૂરની પરિસ્થિતિમાં અનેક જગ્યાએ ઘાસચારો તણાઇ ગયો છે તેથી પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ચારો પૂરો પાડવામાં આવે તેવી સરકારને કોંગ્રેસે માંગ કરી છે.પોરબંદર કોંગ્રેસના ભાર્ગવ જોશીએ રાજ્ય સરકારને એવી જાહેરાત કરી છે કે ગુજરાત સહિત પોરબંદર આ સિઝનમાં  અતિવૃષ્ટિ ના બબ્બે નિરંતર વરસાદનો સામનો કરી રહ્યું છે. પાણી ભરાવા જેવી સમસ્યા હોય, સ્વાસ્થ, વીજળી, પીવાના પાણીનો પુરવઠો, અનાજનો પુરવઠો તેમજ જીવન જ‚રી ચીજવસ્તુઓ કે શાકભાજીના પુરવઠામાં ક્યાંય ઘટ ન પડવા દઈને પોરબંદર જીલ્લા વહીવટીતંત્ર એ આવકારદાયક પ્રયાસો કર્યા છે. 
પરંતુ પહેલી અતિવૃષ્ટિમાં પણ અમોએ કરેલી રજૂઆત પર ધ્યાન દેવામાં ન્હોતું આવ્યું જેથી આ અતિવૃષ્ટિમાં અમોને બીજી વખત એજ રજૂઆત કરવાની જ‚ર ઉભી થઇ છે, આપ સરકારના એ નિયમથી જ‚ર વાકેફ હશો કે ચોમાસામાં, વાવાઝોડામાં, અતિવૃષ્ટિમાં જેવા સમયગાળામાં આપની અધ્યક્ષતામાં બનતી વિવિધ સમિતિઓ પ્રમાણે મૂંગા, અબોલ પશુઓ, દુઝણા પશુઓ, રેઢીયાળ પશુઓ વગેરે ભૂખથી ટળવળે નહી તેથી ફોરેસ્ટ અને વન વિભાગમાંથી આવા સમયને ધ્યાને રાખીને આગોતરી રીતે સુકા ઘાસનો જત્થો રીઝર્વ રાખવામાં આવતો હોય છે.  અમારી જાણકારી મુજબ પોરબંદર જીલ્લાના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં આવેલ ઘાસ ડેપોમાં રીઝર્વ ઘાસ ઉપલબ્ધ હશે ? હાલ ચૌ-તરફ પાણી ભરાય રહ્યા છે, કેટલાંક વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો હોવાથી જે પશુપાલકો વહેચાતો ચારો ખરીદીને પશુઓને આહાર પૂરો પાડતા હોય તેવા ગ્રામ્યના પશુપાલકો અને કિસાનો પાસે જથ્થો ખૂટવામાં છે તો અડવાણા, સોઢાણા, ચીકાસા, રાતીયા જેવા ગામોમાં માર્ગોને અસર પડવાથી પશુચારો ખુંટવામાં છે, ત્યારે આપને પોરબંદર જીલ્લા કોંગ્રેસ તરફથી નમ્ર અપીલ કરવાની કે ત્રણેય તાલુકા તેમજ જીલ્લામાં જ્યાં જ્યાં સરકારી ઘાસ ડેપો હોય ત્યાં પડી રહેલ રીઝર્વ ઘાસ, અતિવૃષ્ટિને ધ્યાને રાખીને ખેડૂતોને, પશુપાલકોને નિશુલ્ક આપવામાં આવે અથવા ખુબ રાહત દરે આ ઘાસ તેઓને આપવામાં આવે જેથી મૂંગા પશુઓને ચારાની તકલીફ ઉત્પન્ન ન થાય. તે માટે ચારો પૂરો પાડવા માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application