કાલાવડમાં પ્રેમલગ્ન કરનાર યુવક અને તેના વૃદ્ધ પિતા પર પ્રેમિકાના પરિવારનો હુમલો

  • June 10, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ સામે પોલીસ ફરિયાદ


કાલાવડ ટાઉનમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કર્યા પછી પ્રેમિકાના પરિવારના ત્રણ સભ્યોએ પ્રેમી યુવાન અને તેના વૃદ્ધ પિતા પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં શ્યામ વાટિકા સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા તરુણભાઈ જેસ્ઠારામ આડ ઠક્કર નામના ૬૦ વર્ષના બુઝુર્ગે પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ચિરાગ ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કાલાવડ માંજ રહેતા રફીકભાઈ ગેરેજવાળા ઉપરાંત અયાન અને ઈરફાન પટણી વગેરે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી તરુણભાઈ ના પુત્ર ચિરાગે હુમલાખોર આરોપી ઈરફાનભાઇની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application