વડાપ્રધાનને જન્મદિનની શુભેચ્છા આપવા માટે એરપોર્ટ પર જમાવડો

  • September 17, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું આજે જન્મદિવસ છે તે પૂર્વે ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બ અને ટીટર પર જન્મદિવસની શુભકામના પાઠવી હતી. તેઓ ગુજરાત થી સીધા ભુવનેશ્વર જવા રવાના થયા હતા ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવવા ભેગા થયા હતા રાય પોલીસવડા, ગુજરાત રાયના મુખ્ય સચિવ રાજકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમદાવાદ એરપોર્ટ પરથી વિદાય આપવામાં આવી હતી.
અહીં નોંધવું જરી છે કે નરેન્દ્ર મોદી અમદાવાદ થી સીધા ભુવનેશ્વરમાં પીએમ સુભદ્રા યોજનાનો શુભારભં કરાવશે ૨૧ થી ૬૦ વર્ષની લગભગ એક કરોડ મહિલાઓને પાંચ વર્ષ સુધી દર વર્ષે ૧૦ હજાર પિયા ની આર્થિક સહાય આપવામાં આવશે દરેક મહિલાને પાંચ વર્ષ મા પિયા ૫૦,૦૦૦ મળશે દર વર્ષે રક્ષાબંધન અને આંતરરાષ્ટ્ર્રીય મહિલા દિવસમાં આવશે ૧૦,૦૦૦ પિયાની રકમ બે હામાં આપવામાં આવશે વડાપ્રધાન લગભગ ૧ લાખ મહિલાઓની ભીડમા સુભદ્રા યોજના નો પ્રારભં આજે ભુવનેશ્વર ખાતેથી કરશે.
પીએમ મોદીનો આજે જન્મ દિવસ છે. જેમાં પીએમ મોદી ગુજરાત થી ઓડીશા જવા રવાના થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે મંત્રીઓએ અમદાવાદ એરપોર્ટ પર સવારથી પહોંચી ચુકયા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખયમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. એકસ પોસ્ટના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી. જેમાં આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનતં ક્રોત, આજે ભારતને વિશ્વના દેશોમાં ગૌરવપૂર્ણ ઓળખ અપાવી તેવું લખાણ લખ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટોનું પ્રદર્શન કરવામાં આવશે. તેમને મળેલી ૬૦૪ ભેટની હરાજી પણ કરાશે. દર વર્ષે તેમના જન્મદિવસથી હરાજી શ થાય છે. તેમાં ઈ–ઓકશનથી મળેલી ભેટોની હરાજી થાય છે. આજથી ૧ ઓકટોબર સુધી હરાજી ચાલશે. તેમાં પેરિસ ઓલિમ્પિક ખેલાડીઓ પાસેથી મળેલી ભેટ મોંઘી છે. ખેલાડીઓના શૂઝની કિંમત ૮.૨૫ લાખ રખાઈ છે. લોકો ઓનલાઈન પણ ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.જેમા દેશ અને વિદેશમાં મળેલી ભેટોની હરાજી થશે. આ ભેટોમાં ભગવાન રામની મૂર્તિ સહિતની ભેટો છે. તેમાં અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ સહિત અનેક ભેટો છે. આમાંથી મળેલા તમામ નાણા ગંગા સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવા અમદાવાદ એરપોર્ટ પર જમાવડો જોવા મળ્યો હતો જેમાં વર્તમાન મંત્રી મંડળના સભ્યો ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અગાઉ રહી ચૂકેલા મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ નરહારી અમીન રમણભાઈ વોરા ભરત બોઘરા વર્ષાબેન દોશી ગોરધન ઝડફિયા ઋષિકેશ પટેલ રાય સભાના સભ્ય નાયક ઉપસ્થિત રહયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application