વનાણાના ટોલનાકા નજીક કારનાચાલકે બેફામ કાર ચલાવીને ચાર ગૌધનને મોતને ઘાટ ઉતારતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
રાણાવાવની શ્રી વનખંડી ગૌશાળામાં સેવા આપતા અર્જુનભાઈ હોથીભાઇ રાણાવાયાએ એવા પ્રકારની પોલીસ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪.૯.૨૦૨૪ ના રોજ સાંજના સાડા સાતેક થી આઠ વાગ્યે શ્રી વનખંડી ગૌશાળામાં સેવા આપતા હતા તે દરમ્યાન તેમના મિત્ર દિવ્યેશભાઇનો ફોન આવેલ વાત કરેલ કે, ટોલનાકા પાસે આવેલ સુરાપુરા બાપાની ખાંભી નજીક એક ફોરવ્હીલર ક્રેટા કારના ચાલકે છએક જેટલી ગાયોને હડફેટે લઇ ઇજા કરેલ છે.જેથી ફરીયાદીએ ગૌ શાળામાં કામ કરતા અજીત ઓડેદરા, દિપક મેઘનાથી, રામદેભાઈ બોખીરીયા, દિવ્યેશભાઈ જોષી, રૂત્વિક જોષી, સંદિપભાઈ કારેણા, બધાનો સંપર્ક કરતા તેઓ બધા ઘટના સ્થળે આવતા ત્યાં છએક જેટલા ગાય તથા નંદીને ઇજાઓ થતા લોહી લુહાણ હાલતમાં રોડ પર પડેલ હતા.ત્યાં દિવ્યેશભાઈ મેઘનાથી હોય જેમને પુછતા તેમણે જણાવેલ કે ક્રેટા કારના ચાલકે ગાયો તથા નંદીને હડફેટે લઇ ઇજા પહોચાડી તથા કારચાલકને પણ ઇજા થતા પોરબંદર સારવારમાં ગયેલ છે.તેવુ જાણવા મળેલ આ છએક ગાય તથા નંદી માંથી ગાય-૨, નંદી-૪ જેમાથી નંદી-૩ તથા ગાય-૧ મરણ ગયેલ છે.તથા સારવારમા ગાય-૧, તથા નંદી-૧, ગંભીર ઇજા થયેલ હોય જેથી ઇજા થયેલ ગાય તથા નંદીને સારવાર માટે શ્રી વનખંડી ગૌશાળાએ લઇ ગયેલ છે.મૃત્યુ પામેલ ગાય તથા નંદીની કાર્યવાહી કરવા માટે પોલીસને બોલાવવામાં આવતા કાર્યવાહી થઇ હતી.
ક્રેટા કારનાચાલકે પોતાના કબ્જા હવાલાવાળી કારને પુર પુરઝડપે,ભયજનક અને ગફલતભરી રીતે ચલાવી રોડ પર ઉભેલ પશુ પૈકી ચારના મોત નીપજાવી તથા બે ને ઈજા પહોચાડતા રાણાવાવ પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહ જોઈને ઉભેલા પીઆઈ પાદરિયા સરધારા પર તૂટી જ પડયા
November 26, 2024 02:46 PMઅલંગ અને મણારમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કાર્યવાહી જારી
November 26, 2024 02:45 PMસિહોર શહેર અને તાલુકામાં બુથ પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરી
November 26, 2024 02:45 PMકરદેજ રોડથી નારી તળાવ સુધી સ્ટ્રોમ લાઈન નાખવા ખેતરોમાંથી ૩૦ મી.નો ટી પી રોડ ખુલ્લો કરાશે
November 26, 2024 02:43 PMસિહોર નગરપાલિકાની ખુદ શબવાહિનીને સારવારમાં
November 26, 2024 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech