સિહોર નગરપાલિકાની શબ વાહિની એમ્બ્યુલન્સની તંત્ર અને અધિકારીને પ્રજાની સમસ્યા સમજાતી નથી. સામાન્ય રિપેરિંગના બહાને વારંવાર શબવાહીની એમ્બ્યુલન્સ બંધ હાલતમાં જોવા મળે એ વાત ગળે ઉતરતી નથી, સિહોર નગરપાલિકાની એમ્બ્યુલન્સ નજીવા રિપેરિંગના વાંકે બંધ હાલતમાં છે. સિહોર નગરપાલિકાની સ્થિતિ એક સાંધે તેર તૂટે તેવી સર્જાઈ રહી છે. પાલિકાના ભલે ચીફ ઓફિસર નિષ્ઠાવાન હોય પરંતુ અમુક કર્મચારીઓના પાપે નગરપાલિકા બદનામ થઈ રહી છે.બીજી તરફ તિજોરી તળિયા ઝાટક હોય તો શું કરવું?? કારણ કે એક માત્ર આવશ્યક આર્થિક યોગ ટેક્ષ વિભાગ થી તંત્ર નું ગાડું ચાલી રહ્યું છે. પરંતુ પાલિકાના અમુક કર્મચારીઓને લઇ તંત્ર બદનામ થઈ રહ્યું છે.અને ચીફ ઓફિસર કર્મચારીઓ પાસે કામ લે ત્યારે કોઈ ને કોઇ રીતે ડાડાઈ ચાલુ જ હોય છે.
સિહોર જાયન્ટસ ગ્રુપ શબવાહિની સિહોર નગરજનો માટે સેવા માટે અર્પણ કરેલ તે પણ ખખડધજ કરી અને ભંગારમાં હરરાજી કરાવી નાખી જાયન્ટસ ગ્રુપ સંસ્થાને પૂછવામાં પણ ન આવેલ. તેમજ સિહોર નગરપાલિકા ના ગેરેજ વિભાગ ના સુપર વાઈઝર પોતાની જવાબદારી ગેરેજ વિભાગમાં હોવા છતાં કોઈપણ જાતની પોતાના વિભાગ ની જવાબદારી ને બદલે અન્ય વિભાગ ની કચેરીઓ તથા અન્ય વહીવટકામ માં પડ્યા પાથર્યા રહે છે ત્યારે સિહોર ન.પા દ્વારા તાજેતર માં ૩ વર્ષ પહેલાં લાવેલ શબવાહિની સહિત એમ્બ્યુલન્સ, ફાયર વાહનો તેમજ અધિકારી ની જીપ પણ ખખડધજ થઈ જતાં રસ્તા ના આ વાહન અટકી પડયા ની ઘટના પણ બનેલી છે ત્યારે હાલ પાલિકા ની શબવાહિની છેલ્લા એક સમાહથી એટેક આવ્યો હોય તેમજ હાલ હોસ્પિટલ (ભાવનગર ની ઝઅઝઅ કંપની માં રીપર) માં છે ત્યારે સોનગઢ તેમજ સિહોર, ભાવનગર સહિત લાશ માટે શબવાહિની જરૂરી હોય ત્યારે પાલિકા દ્વારા એક શબ્દ હતો બંધ હાલતે રિપેર માં ગઈ છે. સિહોર ન.પા શહેરી વિસ્તાર માં આશરે ૮૦ હજાર ની વસ્તી માં એક માત્ર શબવાહિની છે. અને તે પણ બંધ હાલત ને લઇ હાલ ની પરિસ્થિતિ લાશ રજળી પડી હોય તેમજ ખુલ્લા ટેમ્પા માં લાવવાની ફરજ પડી રહી છે..
મૃતદેહ રઝળી પડે તેવી સ્થિતિ, વારંવાર સામાન્ય ફોલ્ટના કારણે એમ્બ્યુલન્સ બંધ પડે છે આ કેવું.? એમ્બ્યુલન્સ વિભાગ સરકારને બદનામ કરવાની એક તક છોડતું નથી, એમ્બ્યુલન્સ વાહન વારંવાર બંધ પડે આ વાત ગળે ઉતરતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech