અલંગ અને મણાર ગામની સરકારી પડતર અને ગૌચરની જમીનમા છેલ્લા ત્રીસેક વર્ષથી ગેરકાયદે બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું હતું. જેને દૂર કરવાના કડક આદેરાના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું. જેને લઈ દબાણ હટાવ કામગીરી હાથ ધરાતા જેની સામે કોર્ટમાં ૩૦ આસામીઓ મરજી કરી હતી. આ અરજીઓમાં મનાઈ હુકમ નહી મળતા આખરે દબાણ હટાવ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે હજુ અન્ય અરજીઓ પર કોર્ટમાં વધુ સુનાવણી આગામી તા.૨૪મી ડિસેમ્બરના રોજ હાલ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતી.
અલંગ, સોસિયા શિષ બ્રેકીંગ પાર્કના વિકાસની સાથે સાથે દબાણો પણ ખડકાયા હતા. અલંગ અને મણારની સરકારી પડતર તેમજ ગૌચરની મળી આશરે બે હજાર વિધા જમીનમાં ગેરકાયદેસર પેશકદમી કરી ને કાચા પાકા મકાનો અને ધાર્મિક મકાનો પણ ઉભા થવા લાગ્યા હતા. જે અંગે કડક કાર્યવાહી થતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તંત્ર એ દબાણ હટાવ આખરી ઓપ આપી જરૂરું જેસીબી કેટર વિડાથી,એમ્બ્યુલ, પો.ઈ,૧પો.સ.ઈ. મહિયા સહિત પચાસ થી વધુ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ થાય શરૂ કરવાની હતી. તેની સામે ૩૦ આસામીઓએ ગઈકાલ રવિવાર હોવા હાઇકોર્ટ ના દ્વાર ખખડાવ્યા હતા. જેને થઈ તળાજા ડે.કલેકટર ને કોર્ટનું તેડુ આવતા તેઓ કલેક્ટર કચેરીના એડવોકેટ સાથે હાઇકોર્ટ પહોંચ્યા હતા. જો કે કોર્ટ દ્વારા દખાણકર્તા ઓની માગ ન સ્વીકારી બુલડોઝર ફેરવવા નો આદેશ આપતા તળાજા મામલતદાર ની ટીમ આશરે કાર્યરત થઈ હતી. અને ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિર સહિતના રહેણાંક અને કોમશીયલ હેતુ માટે ઉભા કરાયેલ દમાલો ને તોડી પાડયામાં આવ્યા હતા. જો કે હજુ કેટલાક આસામીઓ દ્વારા કોર્ટમા દાદ મંગાઈછે તેની મુદત આગામી તા.૨૪મી ડિસેમ્બરની હોય કોર્ટના નિર્ણય બાદ એટલા પૂરતી કામગીરી નહિ થાય. બાકી ની કામગીરી શરૂ રહશે તેમ તલાટીમંત્રી એ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech