મહારાષ્ટ્રમાં ટ્રેનમાં આગની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી આવી રહેલી ટ્રેને કચડ્યા, 11નાં મોત, 40 ઘાયલ, મૃત્યઆંક વધવાની શક્યતા

  • January 22, 2025 07:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના જલગાંવમાં પરાંડા રેલવે સ્ટેશન પાસે મોટી દુર્ઘટના સામે આવી છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવાને કારણે મુસાફરો જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જોકે, સામેથી આવી રહેલી બેંગલુરુ એક્સપ્રેસ નીચે લોકો કચડાયા છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 40 લોકો ઘાયલ છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ભયાનક અકસ્માતે જલગાંવમાં પણ ભયનો માહોલ સર્જ્યો છે.


આગ લાગવાના ડરથી મુસાફરો પાટા પર કૂદી પડ્યા
પ્રાથમિક માહિતી મુજબ, અચાનક બ્રેક મારવાથી પુષ્પક એક્સપ્રેસના પૈડામાંથી આગના તણખા નીકળ્યા હતા. પછી, આગના ડરથી, મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે પાટા પર કૂદી પડ્યા હતા. જોકે, મુસાફરોએ સામેથી આવી રહેલી બીજી ટ્રેન જોઈ નહીં.


ગ્રામ્ય હોસ્પિટલમાં સારવાર ચાલુ
બેંગલુરુ એક્સપ્રેસ સાથેની ટક્કરમાં ઘણા લોકોના મોત થયા હોવાની આશંકા છે. ઘાયલોને નજીકના ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માત થયો
રાજ્યના પાણી પુરવઠા મંત્રી અને જલગાંવના પાલક મંત્રી ગુલાબરાવ પાટીલે કહ્યું છે કે, રેલવે ટ્રેક ઓળંગતી વખતે આ અકસ્માત થયો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેન અકસ્માત રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે થયો હતો. આ ઘટના અંગે હજુ માહિતી આવવાની બાકી છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિમાં મુસાફરોને મદદ કરવા તૈયાર છે.​​​​​​​

બ્રેક લગાવતા ટ્રેનના પૈડામાંથી ધુમાડો નીકળ્યો

૧૨૬૨૯ કર્ણાટક સંપર્ક ક્રાંતિ યશવંતપુરથી હઝરત નિઝામુદ્દીન જઈ રહી હતી, જ્યારે પુષ્પક એક્સપ્રેસ લખનૌથી મુંબઈ જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બ્રેક લગાવતી વખતે પુષ્પક એક્સપ્રેસના પૈડામાંથી ધુમાડો નીકળ્યો. આ કારણે મુસાફરોમાં ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ ગઈ. આ પછી ઘણા મુસાફરો કોચમાંથી કૂદી પડ્યા.

રેલવે અધિકારીઓએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. મધ્ય રેલ્વેના ભુસાવલ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ ઘટના બની ત્યાં એક તીવ્ર વળાંક હતો, જેના કારણે ટ્રેક પર બેઠેલા મુસાફરો ટ્રેનના આગમનનો ખ્યાલ ન મેળવી શક્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application