કરદેજ રોડથી નારી તળાવ સુધી સ્ટ્રોમ લાઈન નાખવા ખેતરોમાંથી ૩૦ મી.નો ટી પી રોડ ખુલ્લો કરાશે

  • November 26, 2024 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર નજીકના કરદેજ ગામના રોડથી નારી તળાવ સુધી વરસાદી પાણી લાવવા માટે ૬૦૦ મીટર સ્ટ્રોમ લાઈન નાખવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા કરદેજ ગામથી તળાવ સુધીમાં આવતા ખેતરોની વાડ હટાવીને ૩૦ મીટરનો ટાઉન પ્લાનિંગનો રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી.
કરદેજ રોડથી નારી તળાવ સુધી ૬૦૦ મીટર લંબાઈની રૂપિયા પચ્ચાસેક લાખના ખર્ચે સ્ટ્રોમ લાઈન નાખવામાં આવશે, જે કામ મંજુર થઈ ચૂક્યુ છે, પરંતુ આ લાઈન જ્યા નાખવામાં આવેલી છે, તે ટીપીના ૩૦ મીટરના રોડ પર ખેતરો આવેલા છે, બે ખેતરમા કપાસ ઉભો છે, બાકીના ખેતરોમાં ક્યાક ખુલ્લા છે તો ક્યાક આડી વાડ કરેલી છે, આ રોડ ખુલ્લો થાય તો જ ૬૦૦ મીટર લંબાઈની સ્ટ્રોમ લાઈન નાખી શકાય તેમ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા  કરદેજમાં પોલીસબંદોબસ્ત સાથે ખેતરોની વાડ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ ખેડૂતોને નોટિસ અપાઈ હતી, એકથી બે ખેતરની જેસીબીથી વાડ દુર કરવામાં આવી હતી. આજે બાકીના ખેતરોની વાડ દુર કરવામાં આવશે, તો અમુક ખેડૂતો સ્વેચ્છીક દુર કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ. વધુમાં આ લાઈન નાખવામાં દસથી બાર ખેડૂતોના ખેતરોમાંથી ટીપી રોડ નિકળતો હોવાથી દબાણો દુર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application