ખેડૂતવાસમાં સતત બીજા દિવસે ચરસનો ૪૪૬ ગ્રામ જથ્થો ઝડપાયો

  • October 11, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરમાં દારૂ અને એમડી ડ્રગ્ઝના પણ વધી રહ્યાં હોવાના કારણે પોલીસે નશીલી દ્રવ્યોના વ્યાપાર સાથે સંડોવાયેલા શખ્સો સામે કાર્યવાહી શરૂ કરતાં સતત બીજા દિવસે ખેડુતવાસમાંથી એક શખ્સ રૂા.૬૬, ૯૦૦ ની કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપાઈ જતાં પોલીસે આ શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, એસઓજીએ ગઇકાલે ખેડુતવાસમાં રહેતા અશ્વિન છનાભાઈ ડાભી નામના શખ્સને એસઓજી પી.આઇ. ડી.યુ.સુનેસરાએ આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપી અશ્વિને જણાવ્યું હતું કે, અમદાવાદથી તે ચરસનો જે જથ્થો લાવ્યો હતો તેમાંથી અડધો મુદ્દામાલ તેણે વેંચાણ માટે પિયુષ શૈલેષ બારૈયા (રહે.શ્રમજીવી પોલીસે રૂા.૭૧, ૨૫૦ ની કિંમતના લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પૂછપરછ દરમિયાન અશ્વિનની સાથે સંજય અને વિક્રમ નામના બે શખ્સની સંડોવણી ખુલતા પોલીસે ગઈકાલે આ ત્રણે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ શખ્યના રેડ પાડતાં પિયુષ પાસેથી ચરસનો જથ્થો મળી આવતા પોલીસે આરોપી પિયુષની ધરપકડ કરી તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મ બનાવમાં પણ અશ્વિન ડાભીની સંડોવણી હોય બન્ને આરોપીઓ એનડીપીએસ એક્ટ હેઠલ ગૂનો દાખલ કરવામાં આવશે તેમ એસઓજીના સુત્રોએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની જેમ હવે ભાવનગરમાં પણ ચરસનો જથ્થો વારંવાર ઝડપાવા લાગ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application