સુરતમાં દુર્ઘટનાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કરૂણ ઘટના મોલવન ગામમાં બની હતી. મશીનરી ચડાવતી વખતે ક્રેન પર ક્રેન પડતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોલવન ગામમાં એક બાંધકામ સ્થળ પર મશીનરી ચડાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક મોટી ક્રેન અચાનક નજીકમાં રહેલી નાની ક્રેન પર પડી ગઈ હતી. દુર્ભાગ્યવશ, આ નાની ક્રેનમાં 22 વર્ષીય શાહિદ પઠાણ નામનો યુવાન બેઠો હતો. મોટી ક્રેન પડતાં નાની ક્રેનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને શાહિદને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
22 વર્ષની નાની વયે શાહિદનું અકાળે મોત થતાં તેના પરિવારજનો અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દુર્ઘટના કયા કારણોસર થઈ અને શું કોઈની બેદરકારી હતી.
આ ઘટના સુરતમાં બાંધકામ સ્થળો પર સલામતીના નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે સખત પગલાં લેવા જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech