ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. સોમવારે રાત્રે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી Spadex મિશનનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભારત અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરનારો વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આ મિશન ભારત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે અને અવકાશ સંશોધનના ક્ષેત્રમાં દેશને વધુ મજબૂત બનાવશે.
Spadex મિશન શું છે?
આ મિશનમાં બે ઉપગ્રહો છે. પ્રથમ ચેઝર અને બીજું ટાર્ગેટ. ચેઝર સેટેલાઈટ ટાર્ગેટ પકડી લેશે. તેની સાથે ડોકીંગ કરશે. આ સિવાય એક વધુ મહત્વપૂર્ણ ટેસ્ટ થઈ શકે છે. ઉપગ્રહમાંથી એક રોબોટિક આર્મ નીકળશે, જે હૂક દ્વારા એટલે કે ટિથર્ડ રીતે ટાર્ગેટને પોતાની તરફ ખેંચશે. આ ટાર્ગેટ અલગ ક્યુબસેટ હોઇ શકે છે.
ISROની સતત સફળતાઓ:
ISRO માટે આ વર્ષ ખૂબ જ સફળ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં જ એક્સ-રે કિરણોનો અભ્યાસ કરવા માટેના મિશન એક્સપોઝેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, ભારતના પ્રથમ સૂર્ય મિશન 'આદિત્ય'એ પણ સફળતાપૂર્વક ઉડાન ભરી હતી. અને હવે Spadex મિશનની સફળતા સાથે ISROએ વધુ એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ISROની આ સતત સફળતાઓ ભારતના સ્પેસ પ્રોગ્રામને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech