એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા તાજેતરમાં જ એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓની સંપત્તિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ અહેવાલ મુજબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરોડોની સંપત્તિ સાથે 15મા ક્રમે છે. મહત્વની વાત એ છે કે તેમની સામે કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નોંધાયેલો નથી અને તેઓ ડિપ્લોમા ધરાવતા એકમાત્ર મુખ્યમંત્રી છે.
અહેવાલની મુખ્ય બાબતો:
સૌથી ધનિક મુખ્યમંત્રી:
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ રૂ. 931 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક મુખ્યમંત્રી છે.
સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી:
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માત્ર રૂ. 15 લાખની સંપત્તિ સાથે સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી છે.
ભૂપેન્દ્ર પટેલનું સ્થાન:
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ યાદીમાં 15મા ક્રમે છે, જે દર્શાવે છે કે તેઓ પણ કરોડોની સંપત્તિ ધરાવે છે.
ગુનાહિત કેસ અને શૈક્ષણિક લાયકાત:
ભૂપેન્દ્ર પટેલ એવા મુખ્યમંત્રીઓમાં સામેલ છે જેમની સામે કોઈ ગુનાહિત કેસ નોંધાયેલો નથી. વધુમાં તેઓ ડિપ્લોમાની શૈક્ષણિક લાયકાત ધરાવતા એકમાત્ર મુખ્યમંત્રી છે.
ADRએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે પ્રતિ મુખ્યમંત્રીની સરેરાશ સંપત્તિ 52.59 કરોડ રૂપિયા છે. 2023-2024માં ભારતની માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક આશરે રૂ. 1,85,854 હતી, જ્યારે મુખ્ય પ્રધાનની સરેરાશ આવક રૂ. 13,64,310 છે, જે ભારતની સરેરાશ માથાદીઠ આવક કરતાં લગભગ 7.3 ગણી છે. ADRના ડેટા મુજબ દેશના 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,630 કરોડ રૂપિયા છે.
ADR દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ 332 કરોડ રૂપિયાથી વધુની કુલ સંપત્તિ સાથે બીજા સૌથી ધનિક મુખ્યમંત્રી છે. આ યાદીમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા 51 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.
ADRના રિપોર્ટની વાત કરીએ તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કુલ સંપત્તિ 13.27 કરોડ રૂપિયા છે, જ્યારે તેમની પાસે 62 લાખ રૂપિયાની જવાબદારી પણ છે. જ્યારે હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીની 4 કરોડ રૂપિયાથી વધુ, બિહારના સીએમ નીતિશ કુમારની સંપત્તિ 3 કરોડ રૂપિયાથી વધુ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને પંજાબના સીએમ ભગવંતની સંપત્તિ છે. માનની પાસે 1 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઋષિ કશ્યપના નામ પર હોઈ શકે છે કાશ્મીરનું નામ, ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન
January 02, 2025 07:49 PMગુજરાત રાજ્યના શહેર, જિલ્લાઓમાં સ્ટેટ મોનિટિંગ સેલના અલાયદા પોલીસ સ્ટેશન ખુલશે
January 02, 2025 07:47 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૩ જાન્યુઆરીના રોજ યોજાશે
January 02, 2025 06:35 PMઆગામી તા.22 જાન્યુઆરીના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
January 02, 2025 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech