ધુમ્મસના લીધે મુંબઈથી રાજકોટ આવી રહેલી ફ્લાઈટનું 25 મિનિટ મોડું લેન્ડિંગ

  • November 28, 2023 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા બે દિવસથી માવઠાના પગલે વાતાવરણ માં અસર પહોંચતા હવાઈ સેવા ના શેડ્યુલ પર અસર થાય છે ગઈકાલે બે ફ્લાઈટ બાદ આજે સવારે મુંબઈની ફ્લાઈટ 20 થી 25 મિનિટ મોડી લેન્ડિંગ થઈ હતી. આજે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી જેને પગલે મુંબઈથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાની સવારની 08:10 મિનિટની ફ્લાઈટ 08:25 મિનિટે લેન્ડિંગ થઈ હતી. જો કે ઈન્ડીગોની દિલ્હી અને મુંબઈની ફ્લાઈટને અસર ન થઈ હતી એ સમયે વાતાવરણ ચોખ્ખું થઈ જતા આ ફ્લાઈટ એ સમયસર ટેકઓફ અને લેન્ડિંગ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 11 જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટ નિયમિત રીતે ઉડાન ભરી રહે છે જેમાં સૌથી વધારે મુંબઈ દિલ્હી અને પુના માટેનો ટ્રાફિક નોંધાઈ રહ્યો છે. હાલમાં હીરાસર સુધી પહોંચવા માટે ઓવરબ્રિજ ની કામગીરી ચાલતી હોવાથી રાજકોટ થી હીરાસર પહોંચવા માટે મુસાફરો સાથે એરપોર્ટના કર્મચારીઓને પણ ભારે અગવડતા ભોગવી પડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application