જામકંડોરણામાં ૩૦ હજાર ૧૦ ટકે વ્યાજે આપીને સોનાના ઘરેણા પડાવી લીધા

  • July 25, 2024 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણામાં વ્યાજખોરે ૧૦ ટકા વ્યાજે નાણા ધીરીને ૩૬ હજારની રકમ વસુલી સોનાના ઘરેણા પરત નહીં આપી ધમકી આપ્યાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઇ છે.જામકંડોરણાના ઇન્દિરાનગરમાં રહેતા વિજય માધવભાઇ મઢવી (ઉ.વ.૨૯)એ નોંધાવેલી ફરિયાદમાં જામકંડોરણાની ગોકુલધામ સોસાયટીમાં રહેતા પરેશ રાઘવભાઇ કોયાણી સામે આરોપ મુકયા છે.


ફરિયાદની વિગતમાં દોઢ વર્ષ પૂવે યુવકે સગાઇ માટે નાણાની જ‚રીયાત ઉભી તાં પરેશ પાસેી ૧૦ ટકા લેખે વ્યાજે નાણા લીધા હતાં. જે તે સમયે મિત્ર દિનેશ બગડાની સોનાની વીંટી તેમજ વિજય પાસે રહેલી સોનાની એક જોડી બુટ્ટી ગીરવે મુકયા હતાં. નાણા વ્યાજ મળી ૩૬ હજાર ‚પીયા ચૂકવ્યા હતાં. છ માસનું વ્યાજ ચડત ઇ ગયું હતું. એક સપ્તાહ પૂર્વે વીંટી, બુટ્ટી લેવા જતાં પહેલા છ મહિનાનું વ્યાજ ભરી જા પછી આપુ નહીં તો નહીં આપુ કહી યુવકને ઘરેણા પરત આપ્યા ન હતાં.
વ્યાજખોર પરેશ સામે યુવકે અરજી કરતા અરજી આધારે જામકંડોરણા પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News