અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેતા પહેલા જ ફુલ ફોર્મમાં છે. તેમણે તેમની કેબિનેટની પસંદગી કરી છે. તેમણે અનેક મહત્વના પદો પર પોતાના નજીકના લોકોને પસંદ કયર્િ છે. એવા સમાચાર છે કે તેમણે આરબ અને મધ્ય પૂર્વ બાબતોના સલાહકારના પદ માટે તેમના વેવાઈની પસંદગી
કરી છે.
ટ્રમ્પે લેબનીઝ-અમેરિકન બિઝનેસમેન મસાદ બોલાસને આરબ અને મધ્ય પૂર્વ બાબતોના વરિષ્ઠ સલાહકાર તરીકે પસંદ કર્યા છે. મસાદ ટ્રમ્પ્ની પુત્રી ટિફનીના સસરા છે. ટ્રમ્પ્ના ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ આરબ મૂળના મુસ્લિમો અને મુસ્લિમ નેતાઓને મળ્યા હતા.
મિશિગનમાં ટ્રમ્પ્ની જીતમાં મસાદે મહત્વની ભૂમિકા ભજવી હતી. અહીંના લોકોએ 2020માં બાઈડેનના સમર્થનમાં વોટ આપ્યા હતા પરંતુ આ વખતે ટ્રમ્પે મસાદની મદદથી મિશિગનમાં ચૂંટણી જીતી લીધી. ચૂંટણી પ્રચાર દરમિયાન, મસાદે આરબ અમેરિકન વસ્તી ધરાવતા વિસ્તારોમાં કેટલીક બેઠકો યોજી હતી.
ટ્રમ્પ્ની પુત્રી ટિફનીની સગાઈ મસાદના પુત્ર માઈકલ સાથે તેમના પ્રમુખપદના પ્રથમ કાર્યકાળ દરમિયાન થઈ હતી. આ સગાઈ વ્હાઇટ હાઉસમાં જ થઈ હતી, ત્યારબાદ બંનેએ 2022માં લગ્ન કરી લીધા હતા. મસાદનો જન્મ લેબનોનમાં થયો હતો પરંતુ કિશોરાવસ્થામાં તેના પરિવાર સાથે ટેક્સાસમાં સ્થળાંતર થયું, જ્યાં તેમણે હ્યુસ્ટન યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી અને અમેરિકન નાગરિકતા મેળવી.
મસાદના પુત્ર માઈકલ અને તેની પુત્રી ટિફનીએ માયકોનોસમાં અભિનેત્રી લિન્ડસે લોહાનની ક્લબમાં ટ્રમ્પ્ની બીજી પત્ની માલર્િ મેપલ્સ સાથે મુલાકાત થઈ હતી. આ બીજો કિસ્સો છે જેમાં ટ્રમ્પે પોતાના બાળકોના સસરાને કેબિનેટમાં સામેલ કયર્િ છે. અગાઉ શનિવારે, તેણે રિયલ એસ્ટેટ મોગલ ચાર્લ્સ કુશનર, તેના જમાઈ જેરેડ કુશનરના પિતાને ફ્રાન્સમાં યુએસ એમ્બેસેડર તરીકે પસંદ કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech