ભારતે પીઓકેમાં પાકિસ્તાની ચોકી ઉડાવી દીધી, નિયંત્રણ રેખા પર ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ

  • May 09, 2025 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં પાકિસ્તાનની ચોકી ઉડાવી દીધી છે. ભારતે સવારે 5:44 વાગ્યે કાર્યવાહી કરી જેમાં પોસ્ટને ઉડાવી દેવામાં આવી. નિયંત્રણ રેખા  પર ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ છે, બંને બાજુથી હુમલા થઈ રહ્યા છે.


 બુધવારે રાત્રે, પાકિસ્તાને અનેક ભારતીય શહેરોમાં લશ્કરી સ્થાનોને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ ઉશ્કેરણી બાદ, ભારતે પણ જોરદાર પ્રતિક્રિયા આપી અને લાહોર, સિયાલકોટ અને અન્ય શહેરોની વાયુ સંરક્ષણ પ્રણાલી એચ કયુ-9 ને નષ્ટ કરી દીધી. 


ગુરુવારે રાત્રે પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને આખી રાત બંને બાજુથી હુમલા ચાલુ રહ્યા. જોકે, ભારતે પાકિસ્તાનની બધી મિસાઇલોને આકાશમાં જ તોડી પાડી. ભારતે કરાચી બંદર પર હુમલો કરીને તેનો નાશ કર્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application