રુ. ૭૬ લાખની હીરાની છેતરપીડી મામલે ડાયમંડ એસો.પ્રમુખ સહિત બે સામે ફરીયાદ

  • May 09, 2025 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સીદસરના નવાપરા વિસ્તારમાં રહેતા અને શહેરના નિર્મળનગર વિસ્તારના ક્રિસ્ટલ બિલ્ડીગમાં હીરાની ઓફિસ ધરાવતા વેપારી માવજીભાઈ ભગવાનભાઈ ધામેલીયાએ નિલમબાગ પોલીસ મથકમાં હીરા દલાલ ઈશ્વર શામજીભાઈ ભડોરીયા (રે. કાળીયાબીડ, ભાવનગર) અને ભાવનગર જિલ્લા ડાયમંડ એસો.ના પ્રમુખ ધનશ્યામ ગોરસીયા સામે એવી ફરીયાદ નોંધાવી હતી કે, દલાલ ઈશ્વરએ તેઓ અને તેના પુત્રને તેઓ મુંબઈમાં હીરાના માલનું વેચાણ કરતા હોવાનો વિશ્વાસ અપાવી એકાદ વર્ષ પુર્વે તેઓ અને તેના દિકરા પાસેથી એક મહિનાની શાખ ઉપર કુલ ૨૯૭.૨૫ કેરેટ વજનના રૂા. ૯૩,૪૮,૫૦૮ની કિંમતના હીરા વેચાણ માટે લઈ જઈ તે હીરા હીરા બજારમાં વેંચાણ કરી તેની આવેલી રકમ ઓળવી જઈ તેને તેમજ તેના દિકરાને નાણા ન આપતા તેઓએ પ્રથમ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેને લઈ અન્ય ડાયમંડ એસોના પ્રમુખ થનશ્યામ ગોરસીયાએ આવી ઈશ્વર સાથે તેઓની સમાધાનની બેઠક કરાવી તે બેઠકમાં પ્રથમ થોડી રકમની જમીન તેમજ રોકડ રકમ અપાવી સમાધાન કરાવાની તેઓને ફરજ પાડી હતી અને બાકીની રકમ કટકે કટકે ચુકવી આપવાના ધનશ્યામે તેઓને મૌખીક બાહેંધરી આપી વિશ્વાસ અપાવ્યો હતો. ત્યાર બાદ બન્નેએ તેને તેમજ સાહેદની બાકી રહેતી રકમ રૂા. ૭૬,૩૯,૮૨૮ પરત ન આપવી પડે તે માટે ખોટા વાયદાઓ વચનો આપી તેને તેમજ સાહેદને રૂા. ૧૦ લાખ છ દિવસ બાદ અપાવવાની વાત કરતા ઘનશ્યામે તેઓને રોકડ તમારી રીતે બાકીના પૈસા મેળવી લેવાનું કહી બન્નેએ તેઓ પાસેથી મેળવેલા હીરાની વેંચાણની રકમના બાકી રૂપિયા ન આવી ઓળવી જઈ વિશ્વાસઘાત-છેતરપીડી અને ઉચાપાત કરી હતી. ઉક્ત ફરીયાદના પગલે નિલમબાગ પોલીસે બન્ને સામે બીએનએસ ૩(૫), ૫૪, ૩૧૬(૫), ૩૧૮(૪) મુજબ ગુનો દાખલ કરી ગુનાના કામે હીરા દલાલ ઈશ્વર શામજીભાઈ ભડોલીયા (રે. કાળીયાબીડ)ની ધરપકડ કરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application