ચોરી થયેલ ચાર મોબાઈલ કિં.રૂ.૭૪,૯૯૮ ના મુદ્દામાલ સાથે વધુ ચાર શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.
છેલ્લા દસેક દિવસ દરમ્યાન ભાવનગર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ., પોલીસ સ્ટાફનાં માણસો ભવનગર સીટી, ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુન્હાઓના આરોપીઓ મનિષ અરવિંદભાઈ મકવાણા (ઉ.વ.૨૩ રહે. કણબીવાડ, રાજુભાઈની દુકાન પાસે, ભાવનગર),દિનેશ બિજલભાઈ વાઘેલા (ઉ.વ. ૪૦ રહે. બ્રહ્મકુંડ પાસે, શિહોર જી.ભાવનગર),અજીત બટુકભાઈ પરમાર (ઉ.વ.૨૮ રહે.હાલ સ્ટેશન રોડ, ગેટની બાજુમાં જૂપડ પટ્ટીમાં, ઢસા રહે.મૂળ જૂના રાજપીપળા તા. ઢસા જી.બોટાદ) અને દિપક દેવજીભાઈ બથવાર (ઉ.વ.૪૨ રહે.બોરડીગેટ, ત્રિમુખી હનુમાન પાસે, ભાવનગર)ને ઝડપી લઈ તેની પાસેથી
વિવો ઝ૨ ડ મોબાઇલ કિ.રૂ.૧૩૪૯૯, રીઅલમી મોબાઇલ કિ.રૂ.૧૧૫૦૦, વિવો ઢ ૨૦૦ ઊ મોબાઇલ કિ.રૂ.૨૦૯૯૯ અને વિવો ટ ૩૦ કિં.રૂ.૨૯,૦૦૦ મળી કુલ કિંમત રૂ. ૭૪,૯૯૮ નો મુદ્દામાલ કબ્જે કરી જે તે પોલીસને હવાલે કર્યા હતા.ઝડપાયેલા આરોપીઓ સામે વેળાવદર ભાલ પોલીસના એ પાર્ટ ગુ.ર.નં.૦૩૪૨/૨૦૨૪ ઇ.ગ.જ કલમ:-૩૦૩ (૨) મુજબ, ગંગાજળીયા પોલીસના એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૭/૨૦૨૫ ઇ.ગ.જ કલમ:-૩૦૩ (૨) મુજબ, નિલમબાગ પોલીસના એ પાર્ટ ગુ.ર.નં.૦૫૮૯/૨૦૨૪ ઇ.ગ.જ કલમ:-૩૦૩ (૨) મુજબ તેમજ નિલમબાગ પોલીસના એ પાર્ટ ગુ.ર.નં.૦૪૫૬/૨૦૨૪ ઇ.ગ.જ કલમ:-૩૦૩ (૨) મુજબનો ગુનો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઈ લાંગાવદરા, બિજલભાઈ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહીલ, શૈલેષભાઈ, હરિચંન્દ્રસિંહ ગોહીલ, બાવકુદાન કુંચાલા,એઝાઝખાનપઠાણ અને પ્રજ્ઞેશભાઈ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMખંભાળીયા નગરપાલીકાના પુર્વ પ્રમુખના યુવાન પુત્રનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત
May 10, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech