મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નગરપાલિકાઓના પ્રશ્નો, પ્રસ્તાવિત નવા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ આવનારી ચૂંટણીઓના ઉપલક્ષ્યમાં બેઠક મળી હતી.જેમા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવીકે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા એમ બંને એકમોમાં મહેકમની ભરતી માટે પંચાયત સેવા પસંદગી બોર્ડની તર્જ ઉપર મ્યુનિસિપલ સર્વિસ સિલેક્શન બોર્ડની રચના કરવાની દિશામા રાજ્ય સરકાર કવાયત શરુ કરી છે. આગામી ઓક્ટોબર, નવેમ્બર દરમિયાન ચૂંટણી થતા દોઢ- વર્ષથી આવી સંસ્થાઓમાંથી વહીવટીદારોનું રાજ પૂર્ણ થશે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું શાસન અથર્તિ લોકતાંત્રિક વ્યવસ્થા કાયમ બનશે. પરંતુ, નવસારી, ગાંધીધામ, વાપી, મહેસાણા સહિત સરકારે નવ નગર પાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનમાં તબદીલ કરવાનો નિર્ણય કર્યો છે ત્યા ચૂંટાયેલા જનપ્રતિનિધીના વહિવટને બરખાસ્ત કરી સ્થાનિક કલેક્ટર કે અન્ય કોઈ સનદી અધિકારીને વહિવટ સોંપાશે.
ઝુલતો પુલ તુટી પડવાના કેસમાં હાઈકોર્ટના આદેશથી ગુજરાત સરકારે પહેલાથી જ મોરબી નગરપાલિકાને સુપરસિડ કરી હતી. બાદમાં વર્ષના આરંભે મોરબી સહિત નવસારી, આણંદ, ગાંધીધામ, વાપી, મહેસાણા, સુરેન્દ્રનગર- વઢવાણ, પોરબંદર- છાયા અને નડીયાદ એમ કુલ નવ નગરપાલિકાઓને મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. લોકસભા ચૂંટણી બાદ ગુજરાત સરકારે ઉપરોકત નવ શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તબદીલ કરવા ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન- જીએમસી એક્ટનો અમલ તરફની કાર્યવાહી શરૂ કરી છે. આથી, નવ પૈકી આઠ શહેરોમાં જીએમસી એક્ટ લાગુ થતા નગરપાલિકા અધિનિયમ હેઠળ વર્ષ 2021માં પાંચ વર્ષ માટે ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધીઓ આપોઆપ બરખાસ્ત થઈ જશે. તેમને વર્ષ જાન્યુઆરી- 2026 સુધી પ્રજાએ ચૂંટયા હતા.
જો કે, પ્રસ્તાવિત 9 શહેરોમાં જીએમસી એક્ટનો અમલ ક્યારે થશે તે અંગે તેને લઈને હાલ કોઈ સમયમયર્દિા નક્કી નથી. પરંતુ, ઓક્ટોબર કે નવેમ્બરમાં 75 નગરપાલિકાઓની સાથે જ નવા નવ મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ શકે છે. કારણ કે, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ પણ આ જ સમયકાળમાં પૂર્ણ થઈ રહી છે. એથી, જ્યાં પાલિકામાંથી મ્યુ. કોર્પોરેશન અસ્તિત્વમાં આવનાર છે ત્યાં વર્તમાનમાં ચૂંટાયેલા જનપ્રતિનધિઓને દોઢેક વર્ષ પહેલા જ ઘરે બેસવુ પડશે તે વાત નકકી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નગરપાલિકાઓના પ્રશ્નો, પ્રસ્તાવિત નવા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ આવનારી ચૂંટણીઓના ઉપલક્ષ્યમાં બેઠક મળી હતી. બેઠકમાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમા મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા એમ બંને એકમોમાં મહેકમની ભરતી માટે પંચાયત સેવા પસંદગી બોર્ડની તર્જ ઉપર મ્યુનિસિપલ સર્વિસ સિલેક્શન બોર્ડની રચના કરવા પ્રેઝન્ટેશન કરાયુ હતુ. બેઠકમાં પાલિકાઓની આર્થિક સ્થિતિ, વેરા વસૂલાત, મિલકતોના નવિનીકરણ, વેચાણ કે હરાજીથી આવકના સ્ત્રોત ખોલવા અને કર્મચારીઓના પગાર, પ્રમોશન અને બદલી જેવા રિફોર્મ અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech