સર્વ પિતૃ મોક્ષાર્થે જામનગર ના ગાંધીનગર ,મોમાઈ નગર શેરી નંબર ૨ વિસ્તાર માં સર્વે ભાઈઓ તથા બહેનો દ્વારા તારીખ ૨૫ થી ૩૧ જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિસ્તારના સર્વ મહિલા મંડળના ભાઈ બહેનો ના સહયોગ થી આયોજિત આ ભાગવત સપ્તાહ નો તારીખ ૨૫ ના બપોરે ત્રણ વાગ્યે પ્રારંભ થશે. કથાના સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે. આ દરમિયાન તારીખ ૨૬ ના શ્રી કપિલ જન્મ પ્રાગટ્ય , તા.૨૭ ના શ્રી વામન જન્મ પ્રાગટ્ય ,તા.૨૮ ના શ્રી રામ જન્મ પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ જન્મ પ્રાગટ્ય , તારીખ ૨૯ ના શ્રી ગોવર્ધન લીલા મહોત્સવ ,તા.૩૦ ના શ્રીકૃષ્ણ રુકમણીજી ના વિવાહ કથા , તા.૩૧ ના સુદામાચરિત્ર અને પરિક્ષિત મોક્ષ ની કથા પછી કથા વિરામ લેશે.
આ કથામા વ્યાસપીઠ ઉપર થી સાધુ તેજસ બાપુ નિમાવત ( બલદાણા વાળા ) કથાનું રસપાન કરાવશે. જેનો લાભ લેવા ધર્મપ્રેમીઓને જય નિમંત્રણ પઠવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech