રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સોખડા ગામમાં એસિડ એટકની ચકચારી ઘટના સામે આવી છે. ઘટના એવી છે કે મંગેતર પ્રેમી સાથે ભાગી જતા ઉશ્કેરાયેલો યુવક મંગેતરના ઘરે દોડી આવ્યો હતો. અહીં તેણે મારી મંગેતર ક્યા ગઈ છે તેમ પૂછ્યું હતું. બાદમા યુવકે પોતાની મંગેતરની પિતરાઈ બહેન પર એસિડ ફેંક્યું હતું. આથી એસિડ એટેકનો ભોગ બનેલી મહિલા ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
પ્રકાશ સરવૈયા નામના શખસે એસિડ એટેક કર્યો
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના સોખડા ગામ ખાતે ગઈકાલે રાત્રિના એસિડ એટેકની ઘટના સામે આવી હતી. સોખડા ગામે રહેતા પ્રકાશ પ્રવીણભાઈ સરવૈયા નામના યુવાનની સગાઇ તેના જ ગામની યુવતી પારસ સાથે કરવામાં આવી હતી. આ પછી પારસ તેના પ્રેમી સાથે ભાગી લગ્ન કરી લીધા હોવાની જાણ થતા આરોપી પ્રકાશ સરવૈયા તેના ઘરે સ્ટીલની બોટલમાં એસિડ ભરીને પહોંચ્યો હતો.
તમે બધું જાણો છો છતાં મારાથી છૂપાવી રહ્યા છો
આરોપી પ્રકાશ સરવૈયા મંગેતરના ઘરે પહોંચી પારસ ક્યાં છે, કોની સાથે છે, તમને ખબર છે, તેનું એડ્રેસ મને આપો. તમે બધું જાણો છો છતાં મારાથી છૂપાવી રહ્યા છો. મને જાણ કરો પારસ ક્યાં છે તેમ કહી બબાલ કરી અચાનક ઉશ્કેરાઈને પારસની પિતરાઈ બહેન પર હાથમાં રહેલી સ્ટીલની બોટલ ખોલી એસિડ એટેક કર્યો હતો. આરોપી પ્રકાશે એસિડ ફેંકતા તેની મંગેતરની પિતરાઈ બહેનને મોઢાના ભાગે, છાતીના ભાગે, સાથળના ભાગે તથા પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
એસિડ એટેક કરી આરોપી પ્રકાશ સરવૈયા નાસી ગયો
એસિડ એટેક કરી આરોપી પ્રકાશ સરવૈયા નાસી જતા ફરિયાદીની ફરિયાદ પરથી BNSની કલમ 124(1), 133 મુજબ ગુનો નોંધી કુવાડવા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પ્રકાશની સગાઈ પારસબેન સાથે ભોગ બનનાર વર્ષાબેન દ્વારા કરાવવામાં આવી હોય જેનો ખાર રાખી તેના પર હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech