દિલ્હી હાઈકોર્ટે જાતીય સંબંધ પર એક કેસની સુનાવણી દરમિયાન ટકોર કરી કહ્યું કે સેક્સ કરવાની પરવાનગી આપવાનો અર્થ એ નથી કે ખાનગી ક્ષણોનું ફિલ્માંકન કરવું જોઈએ અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે. ન્યાયાધીશ સ્વર્ણકાંત શમર્એિ બળાત્કારના આરોપીની જામીન અરજી ફગાવી દેતા કહ્યું કે સંમતિ ખાનગી ફોટોગ્રાફ્સના દુરુપયોગ અને શોષણ માટે પરવાનગી સુધી વિસ્તરતી નથી.
17 જાન્યુઆરીના પોતાના ચુકાદામાં, હાઈકોર્ટે કહ્યું, જો ફરિયાદી દ્વારા કોઈપણ સમયે સેક્સ માટે પરવાનગી આપવામાં આવે તો પણ, આવી સંમતિને કોઈપણ રીતે વિડિઓ રેકોર્ડ કરવા અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવાની સંમતિ તરીકે અર્થઘટન કરી શકાતી નથી કોર્ટે કહ્યું, ’શારીરિક સંબંધો બાંધવાની સંમતિનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિના ખાનગી ક્ષણોનો દુરુપયોગ, શોષણ અથવા અયોગ્ય અને અપમાનજનક રીતે ચિત્રણ કરવામાં આવે.’ કોર્ટે આરોપીને રાહત આપવાનો ઇનકાર કરતા કહ્યું કે, જાતીય સમાગમ માટે પરસ્પર સંમતિ હોવા છતાં, આરોપી દ્વારા પાછળથી કરવામાં આવેલા કાર્યો સ્પષ્ટપણે ’જબરદસ્તી અને બ્લેકમેલ’ તરફ નિર્દેશ કરે છે.
કોર્ટે કહ્યું, ’શક્ય છે કે પહેલો જાતીય સંબંધ સંમતિથી થયો હોય પરંતુ આરોપીએ પછી જે કર્યું તે બ્લેકમેઇલિંગ હતું.’ કોર્ટના મતે, ફરિયાદી મહિલાને તેમની ઇચ્છા મુજબ હેરાન કરવા માટે ખાનગી વિડિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવા કિસ્સામાં, આરોપી દ્વારા ખાનગી વીડિયો બનાવવા અને પછી તેના દ્વારા મહિલાનું શોષણ કરવું એ જાતીય શોષણની રણનીતિ દશર્વિે છે.
એક પરિણીત મહિલા દ્વારા દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં એક પુરુષને જામીન આપવાનો ઇનકાર કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ તેને એક કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે પૈસા આપ્યા હતા, જે તેણે નોકરી મળ્યા પછી ચૂકવવાનું વચન આપ્યું હતું. એફઆઈઆર મુજબ, આરોપીએ તેણીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને તેણીને તેની જાતીય માંગણીઓ પૂર્ણ કરવા દબાણ કર્યું. મહિલાએ એમ પણ કહ્યું કે તે આરોપીએ કહેલી દરેક વાતનું પાલન કરે છે.
વીડિયો કોલ દ્વારા અશ્લીલ વીડિયો બનાવ્યો
મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેને વોટ્સએપ વિડીયો કોલ દરમિયાન તેના કપડાં ઉતારવા કહ્યું હતું, તેના મોબાઈલ ફોન પર નગ્ન વિડીયો બતાવ્યો હતો અને તેનો વિડીયો સાર્વજનિક કરવાની ધમકી આપીને બે દિવસ સુધી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે તે જ વીડિયો તેના વતન ગામના લોકોને મોકલીને તેણીને બદનામ કરવાનું શરૂ કર્યું અને બાદમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMખંભાળીયા નગરપાલીકાના પુર્વ પ્રમુખના યુવાન પુત્રનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત
May 10, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech