ચમકતી ત્વચાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી વિટામિન સી ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. વિટામિન સી જેને એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ વૃદ્ધિ, વિકાસ, શરીરની પેશીઓની મરામત અને આયર્નના શોષણ માટે વિટામિન સીની જરૂર હોય છે. સ્વાસ્થ્ય માટે આટલું ફાયદાકારક હોવા છતાં શું તમે જાણો છો કે તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ મોટું નુકસાન પહોંચાડી શકે છે.ચાલો જાણીએ વિટામિન સીના વધુ પડતા સેવનના આવા જ કેટલાક ગેરફાયદા વિશે.
હાર્ટબર્ન અને માથાનો દુખાવો
વિટામિન સીના વધુ પડતા સેવનથી પેટમાં એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્નની સમસ્યા વધી શકે છે. જેના કારણે ક્યારેક GERD (ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ)ની સમસ્યા લાંબા સમય સુધી થઈ શકે છે.
ત્વચાને નુકસાન
વિટામીન સી ગ્લોઈંગ સ્કિન મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચામાં ખંજવાળ આવી શકે છે.
પેટમાં દુખાવો
વિટામીન સીનું વધુ પડતું સેવન પણ પેટમાં દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે. શરીરમાં વિટામિન સીની વધુ માત્રા પાચન ઉત્સેચકોને અસંતુલિત કરીને પેટમાં જકડાઈ અને દુખાવાની સમસ્યાને વધારી શકે છે.
શરીરમાં આયર્નનું પ્રમાણ વધી શકે છે
વિટામિન સી શરીરમાં આયર્નને શોષવામાં મદદ કરે છે. વિટામિન સીના વધુ પડતા સેવનથી શરીરમાં આયર્નની વધુ માત્રા થઈ શકે છે. જે લીવર, હૃદય, સ્વાદુપિંડ, થાઈરોઈડ અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે.
કિડનીની સમસ્યા
વિટામિન સીના વધુ પડતા સેવનથી શરીરમાં ઓક્સાલેટનું પ્રમાણ વધી શકે છે. જેનાથી કિડનીમાં પથરી થવાની શક્યતા વધી શકે છે.
વિટામિન સી કેટલું જરૂરી છે?
મહિલાઓએ દરરોજ 75 મિલિગ્રામ વિટામિન સી લેવું જોઈએ અને પુરુષોએ દરરોજ 90 મિલિગ્રામ વિટામિન સી લેવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન દરરોજ 120 મિલિગ્રામની લેવું જોઈએ. આનાથી વધુ વિટામિન સીનું સેવન સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech