શહેરના પરાબજાર વિસ્તારમાં મહેતા એજન્સીમાંથી 4.40 લાખની ચોરીના બનાવનો ભેદ એલસીબી ઝોન-2 ની ટીમે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી ચાર શખસોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ ઉપરાંત ગુનાના કામે ઉપયોગમાં લીધેલી રીક્ષા સહિત 5.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ પૈકી એક આરોપી અગાઉ આ જ એજન્સીમાં નોકરી કરતો હોય તેણે પોતાના મિત્રોને સાથે મળી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.
ચોરીના આ બનાવ અંગે શનિવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વેપારી નીલેશભાઈ શશીકાંતભાઈ મહેતા જૈન (રહે. પ્રહલાદપ્લોટ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મૂજબ ગત રાત્રિના 22 વાગ્યાથી સવારે 8-15 દરમિયાન બંધ રહેલી દુકાનના બીજા માળે લોખંડની બારીની ગ્રીલ તોડીને તેમાંથી તસ્કરો પ્રવેશ્યા હતા. દુકાનમાંથી રૂ. 2,28,900 ની કિંમતના અલગ અલગ કંપ્નીના પેકેટો, રૂ.4,30,200 નો માલસામાન અને રૂ. 10,000 રોકડા સહિત રૂ.4.40 લાખ ચોરીને નાસી ગયા હતા.
ચોરીના આ બનાવને એલસીબી ઝોન-2 ના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે 100 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજો ચકાસી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે આ ચોરીમાં ચાર આરોપીઓને ઝડપી લીધા હતા જેના નામ કિશન લાલજીભાઈ ગેડાણી (ઉ.વ 25 રહે. જંગલેશ્વર શેરી નંબર 21 તથા પોપટપરા), ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનો ઉર્ફે કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ 27 રહે. પોપટપરા, રઘુનંદન સોસાયટી શેરી નંબર 1/4 નો ખૂણો), ભગીરથસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ 26 રહે. પોપટપરા મેઇન રોડ, રઘુનંદન શેરી નંબર 5) અને સદામ જાવીદઅલી અંસારી(ઉ.વ 20 રહે. જંગલેશ્વર શેરી નંબર 25, મૂળ યુપી) હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ તમામ માલ જેમાં અલગ-અલગ વસ્તુઓના કાર્ટુન કે જેમાં સેવિંગ બ્લેડ,માચીસ, હેર કલર સહિત રૂ.4.52 લાખનો મુદ્દામાલ બે મોબાઇલ ફોન રોકડ રૂ.4,800 અને ચોરી કરવા માટે જે રિક્ષામાં ગયા હતા તે રીક્ષા સહિત રૂ. 5,28,682 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો અગાઉ છ વર્ષ પૂર્વે મહેતા એજન્સીમાં નોકરી કરતો હોય જેથી તે દુકાનની જગ્યાથી વાકેફ હતો જ્યારે અન્ય આરોપીઓ તેના મિત્રો હોય ચારેય આરોપીઓએ મોજશોખ પૂરા કરવા માટે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. રીક્ષા લઇ અહીં પહોંચી દુકાનની પાછળની શેરીમાંથી થાંભલા મારફત બીજા માટે જઈ બારીની ગ્રીલ તોડી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ચોરીનો આ માલ વેચે તે પૂર્વે પોલીસ ઝપટે ચડી ગયા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી કિશન અગાઉ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું માલુમ પડ્યું છે.
આ કામગીરીમાં એલસીબી ઝોન-2 ની ટીમના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરીમાં એસઆઇ જયંતીભાઈ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મિયાત્રા, રાહુલભાઈ ગોહેલ, કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્રભાઈ વાઘીયા,કુલદીપસિંહ રાણા, શક્તિસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ બસીયા અને કોન્સ્ટેબલ ધારાભાઈ ગઢવી સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech