તમે રાષ્ટ્ર્રપતિ નથી: ઈલોન મસ્કના પુત્રએ જાહેરમાં ટ્રમ્પની બોલતી બધં કરી દીધી

  • February 14, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વના સૌથી પ્રખ્યાત ટેક ટાયકૂન ઈલોન મસ્ક અને યુએસ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસ ખાતે થયેલી મુલાકાત દરમિયાન, કંઈક એવું બન્યું જેણે સમગ્ર મીડિયાનું ધ્યાન ખેંચ્યું. આ ચર્ચા મસ્કના નવા સરકારી વિભાગ ડોજ કે સરકારી કર્મચારીઓની છટણી પર નહોતી, પરંતુ હેડલાઇન્સ તેના ચાર વર્ષના પુત્ર વિશે હતી, જેને લોકો પ્રેમથી 'લિટલ એકસ' કહે છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, મસ્કનો પુત્ર એકસ કયારેક તેના નાકમાં આંગળી નાખતો અને કયારેક તેના પિતાની નકલ કરતો જોવા મળ્યો. પણ ખરી મજા ત્યારે આવી યારે તેણે ટ્રમ્પ તરફ જોયું અને કહ્યું, હું તમાંરૂ મોં બધં રાખવા માંગુ છું! ટ્રમ્પે શઆતમાં તો તેને અવગણ્યું, પણ યારે એકસએ પુનરાવર્તન કયુ, તમે રાષ્ટ્ર્રપતિ નથી. તમારે જવું પડશે! તેથી ટ્રમ્પનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. જોકે ટ્રમ્પે પોતાની જાતને કાબૂમાં રાખી અને બાળકની વાતને અવગણી, પરંતુ મીડિયા કેમેરાએ આ બધું કેદ કરી લીધું. આ સમય દરમિયાન, ઈલોન મસ્કે નવા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડોજ) ની જાહેરાત કરી અને સરકારી વિભાગોને છટણી અને નવી ભરતીઓ રોકવા માટે ડોજને સહકાર આપવા કહ્યું. ગાઝા મુદ્દા પર તેમની ભૂતકાળની ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવતા, મસ્કે સ્વીકાયુ કે તેમણે જે કહ્યું તેમાંથી કેટલીક ખોટી હોઈ શકે છે. જોકે, આ બધી મહત્વપૂર્ણ બાબતો વચ્ચે, બધાનું ધ્યાન મસ્કના પુત્ર તરફ ગયું. આ હાઇ–પ્રોફાઇલ મીટિંગ પહેલા, મસ્કે ટ્રમ્પ સાથેના મુકદ્દમાનું સમાધાન તેમને ૧૦ મિલિયન ડોલર ચૂકવીને કયુ. આ કેસ ત્યારે શ થયો યારે જાન્યુઆરી ૨૦૨૧ માં કેપિટોલ હિલ રમખાણો બાદ મસ્કની સોશિયલ મીડિયા કંપની એકસએ ટ્રમ્પના એકાઉન્ટ સામે કાર્યવાહી કરી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application