રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ: ડિસેમ્બર સુધી ચાલશે

  • October 28, 2023 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્તમ મતદારો વધુને વધુ મતદાન કરે તે દિશામાં અધ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવે છે.હાલ મુસદ્દા મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,87,59,709 મતદારો, જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ ઉપરાંત એપીક ફાળવવામાં આવ્યા છે અને મતદાર ઈ-એપીક પણ ડાઉનલોડ કરી શકે છે. જાન્યુઆરી-2024ના મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.


લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મુખ્ય નિવર્ચિન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ  પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આજથી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.


આ ઝુંબેશ અંતર્ગત તા.27/10/2023 ના રોજ સંકલિત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ તા. તા.27/10/2023 થી તા. 09/12/2023 સુધી મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાનાર નામની અરજી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે.હાલ મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા છે. જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તથા તમામને ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પુન:ગઠન બાદ કુલ 50,677 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.


રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન આગામી તા.05/11/2023 ને ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યો છે. આ દિવસે બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે.મતદારો તેમના વિસ્તારની મતદાર નોંધણી અધિકારીની કચેરી, કલેકટર કચેરીના સ્થળો અને ખાસ ઝુંબેશની તારીખે મતદાન મથકોએ સબંધિત ભાગની મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે. મતદારોને વિનંતી છે કે પોતાનું તેમજ પરિવારજનોનું નામ મતદારયાદીમાં ચકાસી લે અને જરૂર જણાયે મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ ના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે. તા.26 ડિસેમ્બર, 2023 સુધીમાં આ અરજીઓના નિકાલ કરવામાં આવશે.


આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને બુથ લેવલ ઑફિસર પાસે પણ હક્ક-દાવાના ફોર્મ જમા કરાવી શકાશે. વધુમાં, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના વોટર હેલ્પલાઈન એપ અને વીએસપી ઉપર ઑનલાઈન ફોર્મ ભરી શકાશે.

આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મળેલી હક્ક-દાવાઓની અરજીઓનો નિકાલ કરી તા.05/01/2024ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે, ઈમેજ પીડીએફ ફોર્મેટમાં મુખ્ય નિવર્ચિન અધિકારી, ગુજરાતની વેબસાઈટ વિિંંાત://ભયજ્ઞ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પર તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે જિલ્લ ાના તમામ વિધાનસભા મતવિભાગોની મતદાર યાદી જોવા મળી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application