દેશભરમાં ૧૭ ઓકટોબરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

  • September 19, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણી માથે ઝળુંબી રહી છે ત્યારે ચૂંટણી પચં દ્રારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. નવરાત્રીના તહેવારોમાં આ કાર્યક્રમ શ થશે અને દોઢ મહિના સુધી તે ચાલુ રહેશે. કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તારીખ ૧૭ ઓકટોબર મંગળવારથી ૩૦ નવેમ્બર ગુવાર સુધી સમગ્ર દેશમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા આ સંદર્ભે તમામ રાયોના ચીફ સેક્રેટરીને અલગથી પત્ર પાઠવીને જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન મતદાર યાદીની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની રહેશે. આ કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની આ સમયગાળા દરમિયાન બદલી કરી શકાશે નહીં અને મહત્વની જવાબદારી સંભાળતા અધિકારીઓ લાંબી રજા પણ મૂકી શકશે નહીં.


દોઢ મહિના જેટલા સમયગાળાના મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન તારીખ ૨૮ અને ૨૯ ઓકટોબર (શની રવિવાર) અને તારીખ ૪ અને ૫ નવેમ્બર ના રોજ (શનિ રવિવાર) ખાસ ઝુંબેશ હાથ કરવામાં આવશે. આ દિવસોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરાવવા, નામ સરનામામા ફેરફાર જેવી તમામ કામગીરી માટે મતદારોએ તેમની ઘરની નજીકના સ્થળે આવેલા મતદાન મથકોએ જવાનું રહેશે અને ત્યાં આખો દિવસ બીએલઓ આ કામગીરી કરશે.દોઢ મહિનાની કામગીરી પછી સુધારેલી મતદારી યાદીની અંતિમ પ્રસિદ્ધિ તારીખ ૫ જાન્યુઆરી ૨૦૨૪ના શુક્રવારે કરવામાં આવશે


૧૮ વર્ષ પુરા નહીં થયા હોય તો પણ નામ નોંધાશે

૧૮ વર્ષ પુરા થયા હોય તેમનું નામ મતદાર યાદીમાં દાખલ કરવાનું હોય છે. પરંતુ આ સંદર્ભે કરાયેલા ફેરફાર મુજબ તારીખ ૧૧૨૦૨૪ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદી ની ખાસ સંક્ષિ સુધારણા કાર્યક્રમ થવાનો છે. તેમાં મતદારી યાદી સુધારણા કાર્યક્રમના સમયમાં જેમને ૧૮ વર્ષ પુરા નહીં થયા હોય પરંતુ તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૪ ના ૧૮ વર્ષ પૂરા થતા હશે તેવા લોકો પણ મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. નામ નોંધી લીધા બાદ તેનો મતદાર યાદીમાં હાલ ઉલ્લેખ નહીં કરાય પરંતુ ૧૮ વર્ષ પુરા થયા પછી તેનું નામ આપોઆપ મતદાર યાદીમાં આવી જશે.

દોઢ મહિનો કામ ચાલશે
તા.૧૭ ઓકટોબરથી ૩૦ નવેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચાર દિવસ ઝુંબેશના નક્કી કરાયા છે. ૨૮૨૯ ઓકટો. અને ૪ ૫ નવેમ્બરના મતદાન મથકોએ બીએલઓને આખો દિવસ બેસાડીને કામગીરી કરાશે. મતદારોએ ઘરની નજીકના સ્થળે જવાનું રહેશે. નવી સુઘારેલી મતદાર યાદીની પ્રસિદ્ધિ ૫ જાન્યુઆરી ૨૦૨૪ ના કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application