તળાજા પંથકમાં સતત વિલાયતી દારૂ ના વધતા સેવન વચ્ચે પોલીસ એલર્ટ બની છે.દાઠા પોલીસ ને ઇકોકાર ભરીને સથરા ગામનો બુટલેગર ખેપ મારવા જઇ રહ્યા ની જાણ થતાં પોલીસ વાહન પાછળ ચાલી રહ્યુ હતુ. પોલીસ વાહન જોઈને શખ્સ દારૂ ભરેલ કાર મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે કાર અને વિલાયતી દારૂની બોટલો જપ્તકરી હતી.
ભાવનગર જીલ્લાના દાઠા પોલીસ સ્ટેશન નો સ્ટાફ વહેલી સવારે પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન દિગ્વિજયસિંહ સરવૈયા, હિરેનભાઈ મકવાણા વિપુલભાઇ બાંભણીયા સહિત ને સંયુક્ત રાહે ખાનગી બાતમી હકિકત મળેલ કે અજયસિંહ નામનો એક શખ્સ બોલેરો કાર-ૠઉં-૩૬-અઈ-૩૫૪૪ માં ઇંગ્લીશ દાડા પોલીસ સ્ટેશન દારૂ ભરેલી દાઠા ગામ નજીક મહુવા ચોકડી માળવાવ જવાના રસ્તા પર બોલેરો કાર સાથે ઉભી છે તેવી ચોક્કસ હકિકત મળતા દાઠા પોલીસ સ્ટાફ ત્યા દોડી ગઈ હતી પોલીસની ગાડી જોઈ જતા આ શખ્સ ભાગવા લાગતા તેનો પીછો કરાયો હતો અને આ શખ્સ બોલેરો કાર મુકી નજીકના રસ્તે બાવળની કાટમાં નાસીછૂટેલ ઈકો કાર મા તપાસ કરતા અજયસિંહ ઘનશ્યામસિંહ વાળા (રહે-સથરા ગામ તા-મહુવા) વાળો હોવાનુ જાણવા મળતા દાઠા પોલીસે અજયસિંહ ઉભો રહે તેમ સાદ પાડી પીછો કરાયો હતો પરંતુ આ શખ્સ પોતાની કબજાની ઇકો કાર મુકી બાવળની કાંટમાં નાસી છૂટેલો હોવાથી કારમાં તપાસ કરાઈ હતી. પાછળની સીટમા અલગ-અલગ પુઠાના બોક્ષમા કાચની નાની-મોટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવી હતી. જે કુલ નંગ-૪૮૦ બોટલ મળી હતી. જેની કુલ કિ.રૂ.૭૬,૮૦૦ તેમજ ઈક્કો કારની કિ.રૂ.૨,૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૩,૨૬,૮૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે અજયસિંહ ઘનશ્યામસિંહ વાળા (રહે-સથરા ગામ તા-મહુવા) વાળાએ રેઈડ દરમ્યાન પોલીસની ગાડી જોઈ નાસી ગયો હતો. જેની વિરુદ્ધ અલગ-અલગ ગુન્હાઓ નોંધી આરોપી ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech