પ.બંગાળમાં રાશન કૌભાંડના આરોપી શાહજહાં શેખના ઘરે ઈડીના ફરી દરોડા

  • January 24, 2024 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાશન કૌભાંડના આરોપી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના ઘરે અર્ધલશ્કરી દળોને સાથે રાખી ઈડીની ટીમ ત્રાટકી છે. થોડા દિવસો પહેલા પશ્ચિમ બંગાળમાં શેખ શાહજહાંના સમર્થકો દ્રારા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીઓ પર હત્પમલો કરવામાં આવ્યો હતો અને તેમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. આથી આ વખતે અર્ધલશ્કરી દળોને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈડીના અધિકારીઓ રાશન વિતરણ કૌભાંડની તપાસના સંબંધમાં ઉત્તર ૨૪ પરગના જિલ્લામાં શાહજહાંના નિવાસસ્થાને દરોડા પાડવા પહોંચ્યા હતા.જેના પગલે ટીએમસી નેતા શાહજહાં શેખની મુસીબતો વધુ વધી ગઈ છે. હકીકતમાં, સરકારે રાશન કૌભાંડ કેસની તપાસ માટે દરોડા પાડવા માટે આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ટીમ પર હત્પમલાના મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે. કેન્દ્રીય અર્ધલશ્કરી દળો સાથે ઈડીના અધિકારીઓ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં શાહજહાં શેખના ઘરે પહોંચ્યા છે. થોડા દિવસો પહેલા શાહજહાં શેખના ઘરે ઈડીના અધિકારીઓ પર હત્પમલો થયો હતો. આ હત્પમલામાં ઈડી ટીમના અધિકારીઓ ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ ટીએમસી નેતા શાહજહાં શેખ વિદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. જે તે વખતે હત્પમલા વખતે શાહજહાં શેખ પોતાના ઘરે હતો અને ઈડી અધિકારીઓ પર હત્પમલા બાદ ફરાર છે. શંકા છે કે તે બાંગ્લાદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના વિદેશ ભાગી જવાની શકયતાને કારણે તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના સમર્થકો દ્રારા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીઓ પર હત્પમલો કરવામાં આવ્યો હતો અને તેમના વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. અધિકારીઓ રાશન વિતરણ કૌભાંડની તપાસના સંબંધમાં ઉત્તર ૨૪ પરગના જિલ્લામાં શાહજહાંના નિવાસસ્થાને દરોડા પાડવા પહોંચ્યા હતા. માહિતી અનુસાર, સવારે યારે ઈડીના અધિકારીઓ સંદેશખાલી વિસ્તારમાં શેખના ઘરે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ ઈડી અધિકારીઓ અને તેમની સાથે રહેલા કેન્દ્રીય દળોને ઘેરી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application