રાજકોટ મહાપાલિકામાં નવા ભળેલા ગામોને અલાયદો ઝોન આપીને વિકસિત કરવાની પરંપરા રહી છે ત્યારે પાંચ વર્ષ પૂર્વે રાજકોટમાં ભળેલા માધાપર, ઘંટેશ્વર, મનહરપુર સહિતના ગામોને વિકસિત બનાવવા માટે મ્યુનિસિપલ નોર્થ ઝોન જરી છે. આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫–૨૦૨૬ના બજેટમાં નોર્થ ઝોન માટે વિચારણા કરાય તો શહેરના સંતુલિત ભાવિ વિકાસના સંકલ્પ સમાન બની રહેશે. નોર્થ ઝોન બનાવવા સૈદ્ધાંતિક નિર્ણય કરાય ત્યારબાદ તેમાં ઉપરોકત ઉપરાંત કયા વિસ્તારો સમાવિષ્ટ્ર કરી શકાય તેની વિચારણા થઇ શકે છે. જો કોઠારીયા રોડના વિકાસ માટે સાઉથ ઝોન જાહેર થઇ શકે તો જામનગર રોડના વિકાસ માટે નોર્થ ઝોન શા માટે જાહેર ન થઇ શકે ? તેવો સવાલ ઉઠા વિના રહે નહીં.
વર્ષ–૧૯૯૯–૨૦૦૦ની ટર્મમાં મવડી, રૈયા, નાના મવા વિગેરે ગામો રાજકોટમાં ભળ્યા ત્યારબાદ શહેરની વસ્તી અને વિસ્તાર વધતા આ નવા ભળેલા વિસ્તારના વિકાસ માટે વર્ષ ૨૦૦૫–૨૦૦૬માં રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં ઝોન અસ્તિત્વમાં આવ્યા જેમાં સૌપ્રથમ ન્યુ રાજકોટ માટે વેસ્ટ ઝોન અને ઉપલાકાંઠા માટે ઇસ્ટ ઝોન જાહેર થયા, અલગથી ઝોનલ સ્ટાફ સેટ અપ ફાળવાયું, ઝોનલ ઓફિસો બની અને વિકસી તેના પરિણામ સ્વપે મુખ્ય કચેરીએ અરજદારોનો ધસારો ઓછો થયો તેમજ વિસ્તરવાસીઓને પણ તેમના વિસ્તારના પ્રશ્નો ઝોનલ ઓફિસમાં ઉકેલાતા રાહત થઇને વિસ્તારો વિકસ્યા.
યારે ચાલુ વર્ષ ૨૦૨૪–૨૦૨૫ના બજેટમાં કોઠારીયા વિસ્તારના વિકાસ માટે અલગથી સાઉથ ઝોન જાહેર કરાયો, શહેરી વિકાસની દ્રષ્ટ્રિએ ઝોન હંમેશા સામ–સામેની દિશામાં થતાં હોય છે અને તેનો મુખ્ય હેતુ વહીવટી વિભાજન ઉપરાંત શહેરના સંતુલિત વિકાસનો હોય છે કોઠારીયાને સાઉથ ઝોન ફાળવાયો તે રીતે હવે સ્માર્ટ સિટી એરિયા અને એઇમ્સને લાગુ એવા જામનગર રોડ ઉપરના માધાપર, ઘંટેશ્વર, નાગેશ્વર સહિતના વિસ્તારો માટે નોર્થ ઝોનની ખાસ જરિયાત છે.
હાલ માધાપર, ઘંટેશ્વર, નાગેશ્વર સહિતના વિસ્તારો મહાપાલિકાની હદમાં સમાવિષ્ટ્ર થઇ ચુકયા છે અને ત્યાં આગળ કેન્દ્ર સરકાર, રાય સરકાર તેમજ મહાપાલિકાના બજેટમાંથી શકય તેટલી સુવિધાઓ અપાઇ રહી છે, ડેપ્યુટી મેયર તેમજ કોર્પેારેટરોની ગ્રાન્ટમાંથી પણ અનેકવિધ વિકાસકામો ચાલું છે છતાં ત્યાં આગળ રોડ રસ્તા, પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન, સ્ટ્રીટ લાઈટ, રોડ ડીવાઇડર, બાગ બગીચા, આરોગ્ય કેન્દ્રો, ફાયર બ્રિગેડ સ્ટેશન, રમત ગમત સંકુલો, નવી આધુનિક શાળાઓ, નવી આધુનિક લાઈબ્રેરી, સ્વિમિંગ પુલ, નવી અધતન શાક માર્કેટ, હોકર્સ ઝોન, નવું ઇલેકિટ્રક કે ગેસ આધારિત સ્મશાનગૃહ સહિતની અનેક પ્રાથમિક સુવિધાઓ તેમજ અનેક વિકાસકામોની જરિયાત છે.
રાજકોટમાં નવા ભળેલા ઉપરોકત વિસ્તારો માટે નાણાંકીય ફાળવણી કરવા ઉપરાંત આ વિસ્તારને નોર્થ ઝોન જાહેર કરીને નોર્થ ઝોન ઓફિસ બનાવાય તો તે પ્રજજનોમાં આવકાર્ય બનશે.ભવિષ્યનું એટલે કે આજથી ૨૫ વર્ષ પછીના ૨૦૫૦ના રાજકોટની કલ્પના કરીને મ્યુનિસિપલ નોર્થ ઝોન જાહેર કરવો, તે માટે અલગ સ્ટાફ સેટ અપ ફાળવવું, ઝોન ઓફિસ માટે જગ્યા પસદં કરવી, નોર્થ ઝોન હેઠળ અન્ય કયા વોર્ડ કે વિસ્તારો સમાવિષ્ટ્ર કરવા તે માટે જરી કાર્યવાહી કરી બજેટમાં આ અંગે સૈદ્ધાંતિક જોગવાઇ કરવી જરી જણાય છે
વેરા બિલ પહોંચ્યા, સુવિધા ન પહોંચી
રાજકોટમાં નવા ભળેલા માધાપર, ઘંટેશ્વર, મનહરપુર-1, સહિતના ગામોના વિસ્તારોમાં પાંચ વર્ષ પછી આજે પણ હજુ ઘરે ઘરે પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી તે વાસ્તવિકતાથી કોઈ અજાણ નથી, રાજકોટ મહાપાલિકા એ ઘરે ઘરે વેરા બિલ પહોંચાડીને તગડી રકમનો વેરો તો વસૂલી લીધો છે પરંતુ સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે, આ વિસ્તારને જો નોર્થ ઝોન જાહેર કરાય તો વિકાસ ઉપર સુયોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત થઇ શકશે.
પરાપીપળીયા, રોણકી, ખંઢેરી રાજકોટમાં હશે
રાજકોટ શહેરની વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યા છે, છેલ્લા 30 વર્ષમાં મવડી, નાનામવા, રૈયા, કોઠારિયા, વાવડી, મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર-1 (પાર્ટ) સહિતના દસ ગામો રાજકોટનો હિસ્સો બની ગયા છે. આગામી 25 વર્ષમાં જામનગર રોડ ઉપરનું પરા પીપળીયા, રોણકી અને ખંઢેરી સહિતના ગામો પણ રાજકોટ શહેરમાં ભળશે તેમ કહીએ અતિશયોક્તિ નથી. જો હાલથી જ નોર્થ ઝોનનું પ્લાનિંગ કરાય તો જામનગર રોડના વિસ્તારોનો સુવ્યવસ્થિત વિકાસ થશે.
શાસકો-મ્યુ.કમિશનર યાદગાર નિર્ણય લઇ શકે
રાજકોટ મહાપાલિકાની ચાલુ ટર્મ 2021-2026નું આ અંતિમ વર્ષ છે ત્યારે બજેટમાં ભાજપ્ના શાસકો અનેક નવી યોજનાઓની ભેટ આપ્નાર છે ત્યારે તે યોજનાઓ સાથે માધાપર, ઘંટેશ્વર, મનહરપુર, નાગેશ્વર સહિતના નવા વિસ્તારો માટે નોર્થ ઝોન આપવાનો યાદગાર નિર્ણય લઇ શકે છે. નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા જો એક વખત આ વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કરશે તો નવા ભળેલા વિસ્તારોની સમસ્યાઓ જાણી નોર્થ ઝોન મામલે યોગ્ય નિર્ણય કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech