મૂળ જામકંડોરણાના વતની અને હાલ રાજકોટમાં અમીન માર્ગ પર ચિત્રકૂટધામમાં રહેતા એમ.આર. યુવાને અહીં પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આપઘાતના બનાવવાની જાણ થતા માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પટેલ યુવાન ઓનલાઈન ગેમિંગમાં મોટી રકમ હારી જતા તેણે આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બનાવ અંગે જામકંડોરણા રહેતા યુવાનના પરિવારજનોને પોલીસે જાણ કરી છે. પોલીસે યુવાનનો મોબાઇલ ફોન પણ કબજે લીધો છે જેની તપાસ બાદ કઈ એપ્લિકેશન પર યુવાન ઓનલાઇન ગેમ રમતો હતો તેમજ કેટલી રકમ ગુમાવી હતી સહિતની બાબતો અંગેની માહિતી બહાર આવશે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, અમીનમાર્ગ પર એસ્ટ્રોન નાલાની બાજુમાં ચિત્રકૂટધામ-2 માં ભાડાના ફ્લેટમાં રહેતા નિકુંજ જેરામભાઈ કથીરિયા (ઉ.વ 36) નામના યુવાને ગઈકાલ બપોર બાદ અહીં ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા 108 ના સ્ટાફે અહીં આવી જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઈ એચ.ટી.પરમાર તથા સ્ટાફ અહીં પહોંચ્યો હતો.પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આપઘાત કરનાર યુવાન નિકુંજ મૂળ જામકંડોરણાનો વતની છે બે ભાઈ એક બહેનના પરિવારમાં નાનો હતો તેમના બહેન હાલ સુરત સાસરીયે છે જ્યારે તેમના મોટાભાઈ રાહુલભાઈ જામકંડોરણામાં હોમિયોપેથીક ડોક્ટર છે. માતાપિતા વતનમાં રહે છે. નિકુંજ એમ.આર તરીકે અહીં રાજકોટમાં કામ કરતો હતો. યુવાનના અગાઉ લગ્ન થયા હતા અને અઢી વર્ષ પહેલાં છૂટાછેડા થયા બાદ તે અહીં ભાડાના ફ્લેટમાં એકલો રહેતો હતો.
ગઈકાલ બપોર બાદ યુવાન સાથે એમઆરનું કામ કરનાર તેના મિત્ર વિવેક ગણાત્રાને તેનું કામ હોય જેથી તેણે કોલ કર્યો હતો. પરંતુ યુવાન કોલ રીસીવ કરતો ન હોય તે એસ્ટ્રોન ચોક પાસે હોવાથી યુવાનના ઘરે પહોંચ્યો હતો. અહીં દરવાજો ખખડાવવા છતાં યુવાને દરવાજો ખોલ્યો ન હતો જેથી શંકા જતા દરવાજામાં રહેલી તિરાડમાં જોતા યુવાને ફાંસો ખાધાની જાણ થઈ હતી. જેથી તેણે તુરંત 108 અને પોલીસને જાણ કરી હતી.
પટેલ યુવાન ઓનલાઇન ગેમ રમતો હોય અને તેમાં તેણે મોટી રકમ ગુમાવી હોય ત્યારબાદ તે આર્થિક સંકડામણમાં સપડાયો હોય તેનાથી કંટાળી જઇ તેણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા યુવાનનો મોબાઇલ કબજે લેવામાં આવ્યો છે અને તેની તપાસ બાદ યુવાન ખરેખર ઓનલાઈન બેટિંગમાં મોટી રકમ ગુમાવતા આ પગલું ભર્યું છે કે કેમ? યુવાન કંઇ એપ્લિકેશનમાં ઓનલાઇન ગેમિંગમાં રકમ ગુમાવી સહિતની બાબતો જાણવા મળશે
મિત્રને ઇન્સ્ટન્ટ લોન માટે કહ્યું’તુ
આપઘાત કરનાર પટેલ યુવાન નિકુંજ કથીરિયાએ થોડા સમય પૂર્વે જ તેના મિત્રને પોતે ખૂબ જ આર્થિક ભીંસમાં હોય અને તેને પૈસાની તાતી જરૂરિયાત હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં તેણે મિત્રને તે કોઈ પાસેથી તેને ઇન્સ્ટન્ટ લોન કરાવી આપે તેવું પણ કહ્યું હતું. જેના પરથી ખ્યાલ લગાવી શકાય છે કે યુવાન છેલ્લા ઘણા દિવસોથી આર્થિક સંકડામણને લઈ ખૂબ જ ચિંતામાં હતો
બે માસ પૂર્વે ઓનલાઇન જુગારમાં કોલેજની ફીની રકમ ગુમાવતા યુવાને આપઘાત કર્યોતો
શહેરમાં ગત વર્ષ નવેમ્બર માસમાં જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા ક્રિષ્ના રમાકાંત પંડીત (ઉં.વ.20) નામના બીબીએના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકે આપઘાત પહેલા દીવાલ પર મોબાઈલનો પાસવર્ડ લખ્યો હતો જેનાથી ખ્યાલ આવ્યો હતો કે, મોબાઈલમાં સ્યુસાઈડ નોટ છે. સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું સ્યુસાઈડ કરું છું. કેમ કે હું બધા જ પૈસા ઓનલાઈન ગેમ એપમાં આવતા સ્ટેક નામના જુગારમાં હારી ગયો છું. સાથે જીવન જીવવા માટેની આશા પણ ગુમાવી દીધી છે. તેનો જવાબદાર હું જ છું. જુગારની કુટેવ વ્યકિતને અંદરથી ખાલી કરી દે છે. પરિવારે તપાસ કરતા ખબર પડી કે ક્રિષ્નાને કોલેજ ફી ભરવા આપેલા રૂ. 50 હજાર જેટલી રકમ તે હારી ગયો હતો.
મિત્ર ઘરે આવતા યુવાને આપઘાતની જાણ થઈ
યુવાનનો મિત્ર વિક્રમ ગણાત્રા કે જે પોતે પણ એમ.આર. હોય તેણે નિકુંજનું કામ હોવાથી તેને કોલ કરતો હતો. પરંતુ નિકુંજ કોલ રીસીવ કરતો ન હોય અને તે એસ્ટ્રોન ચોક આસપાસ જ હોવાથી તે તુરંત યુવાનના ઘરે પહોંચ્યો હતો અને અહીં દરવાજો ખખડાવતા યુવાન દરવાજો ખોલતો ન હોય તેને શંકા ગઈ હતી. બાદમાં દરવાજામાં રહેલી તિરાડમાં જોતા નિકુંજે ગળાફાંસો ખાધો હોવાની જાણ થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech