મણિપુરમાં ચાલી રહેલી હિંસક અથડામણો અટકવાનું નામ નથી લઈ રહી, જેના લીધે આજે અને કાલે એમ ૨ દિવસ સ્કુલ અને કોલેજો બધં રાખવાનો નિર્ણય લેવાયો છે તો બીજી તરફ ત્રણ જિલ્લામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બધં રખાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મણિપુર સરકારે જાહેર સલામતીનું રક્ષણ કરવા અને ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે કર્યુ લાધો છે અને તેનું કડક પાલન કરાવાઈ રહ્યું છે.
મણિપુરમાં વધી રહેલી વંશીય હિંસાને ડામવાની માંગ સાથે વિધાર્થીઓ દ્રારા વિરોધ કૂચ કરવામાં આવી હતી અને તે દરમિયાન પ્રદર્શનકારીઓને વિખેરવા માટે એક પોલીસ અધિકારી આંસુના ધુમાડાના શેલ છોડા હતા. આથી સ્થિતિ વધુ વણસી હતી. મેઇતેઇ અને કુકીઝ સમુદાયો વચ્ચે રાખવામાં આવતા ભેદભાવ અને ખાસ કરીને કુકી સમુદાયને વિશેષ આર્થિક લાભો અને નોકરીઓ અને શિક્ષણમાં કવોટા લંબાવવાના અદાલતના આદેશને પગલે અહી અથડામણ વધી પડી છે. મણિપુરના કોંગ્રેસના સાંસદ એ બિમોલ અકોઈજામે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખ્યો હતો સંપૂર્ણ તપાસની માંગ કરી.
આ ૧૦ મુદ્દામાં સમજો મણીપુરની આખી સ્થિતિ
૧) ઉચ્ચ શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે કે રાયની સરકારી અને ખાનગી કોલેજોને ૧૧ અને ૧૨ સપ્ટેમ્બરે બધં રાખવી.
૨) મણિપુરમાં ડ્રોન અને રોકેટ હત્પમલા સહિતની હિંસામાં તાજેતરના ઉછાળાને કારણે, રાય પોલીસે પ્રદેશમાં એન્ટિ–ડ્રોન સિસ્ટમ્સ તૈનાત કરી છે અને વધારાની એન્ટિ–ડ્રોન સિસ્ટમ્સ અને બંદૂકો મેળવવાની પ્રક્રિયામાં છે.
૩) થોડા સમય પહેલા મણિપુરના જીરીબામ જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી, જેના પરિણામે છ લોકોના મોત થયા હતા. શંકાસ્પદ કુકી વિદ્રોહીઓએ રાયની રાજધાની ઇમ્ફાલથી ૨૨૯ કિમી દૂર નુંગચપ્પી ગામને નિશાન બનાવ્યું હતું, યાં ૬૩ વર્ષીય યુરેમ્બમ કુલેન્દ્ર સિંઘાની હત્યા કરવામાં આવી હતી.
૪) સુરક્ષા દળોના કમાન્ડરો સાથે મેઇતેઈ અને હમારના નેતાઓ વચ્ચે તાજેતરની શાંતિ વાટાઘાટોનું સ્થળ જીરીબામ હતું. બેઠક દરમિયાન, તેઓએ સંયુકત રીતે શાંતિની દિશામાં કામ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી.
૫) ઇમ્ફાલમાં ૨જી અને ૭મી મણિપુર રાઇફલ્સ કેમ્પમાંથી ટોળાએ હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યેા હતો. પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ તેમને બ્લેન્ક રાઉન્ડ અને ટીયર ગેસના ગોળીબાર કરીને અટકાવ્યા હતા.
૬) સોમવારે થૌબલ જિલ્લામાં મોટા ટોળાએ ડુટી પરના કર્મચારીઓને બંધક બનાવ્યા અને તેમના હથિયારો છીનવી લીધા અને પોલીસ પર ગોળીબાર કર્યેા.
૭) મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ મણિપુરમાં હિંસાની તાજી ઘટનાઓ પર ચિંતા વ્યકત કરી અને કહ્યું કે ભારત સરકારે આમાં હસ્તક્ષેપ કરવાની જર છે.
૮) કેન્દ્રએ વંશીય ઝઘડાગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષા ફરજો માટે લગભગ ૨,૦૦૦ જવાનોની બનેલી બે નવી સીઆરપીએફ બટાલિયન તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે.
૯) અત્યાર સુધીમાં પોલીસે રાયના વિવિધ જિલ્લાઓમાં ઉલ્લંઘન બદલ ૧૨૯ લોકોની અટકાયત કરી છે.
૧૦) અથડામણ શ થઈ ત્યારથી ૨૨૫ થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ ૬૦,૦૦૦ લોકો વિસ્થાપિત થયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech