અડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી

  • November 22, 2024 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના નાના એવા અડવાણા ગામનો યુવાન સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરીને દેશસેવામાં જોડાઇ રહ્યો છે ત્યારે તેને શુભેચ્છા આપવામાં આવી છે.
પોરબંદરના નાના એવા અડવાણા ગામનો દિલીપ કુરજીભાઇ પરમાર નામનો યુવાન મધ્યપ્રદેશના બારવાહા ખાતે સી.આઇ.એસ.એફ.ની પેરામિલીટ્રીની અઘરી તાલીમ પૂર્ણ કરીને વતન આવ્યો હતો. તેણે એવું જણાવ્યુ હતુ કે ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ ખાતે તેનુ પોસ્ટીંગ થવા જઇ રહ્યુ છે.તેણે પ્રાથમિક શિક્ષણ અડવાણાની કુમારશાળા સરકારી સ્કૂલ અને દામજી જોષી સ્કૂલ ખાતે મેળવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરાજીની રોયલ સ્કૂલ ખાતે મેળવ્યુ હતુ.  અને ત્યારબાદ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ગ્રાઉન્ડમાં પોતાની જાતે કોઇના સાથ સહકાર વગર દોડકૂદ સહિતની પ્રેકટીસ કરતો હતો. અને આગળની તૈયારી તેણે યુટયુબમાંથી ઓનલાઇન વીડિયો જોઇને કરી હતી. તેથી પોતાની જાતે કોઇના સાથસહકાર વગર દેશસેવામાં તે જોડાયો છે ત્યારે સ્વબળે આગળ આવેલા આ યુવાનને અડવાણાવાસીઓએ પણ બિરદાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application