‌ભારે વરસાદને કારણે ઓસમ ડુંગર પર ફસાયેલા ત્રણ સહેલાણીઓની જિંદગી બચાવાઈ, જુઓ Video...

  • June 29, 2023 06:40 PM 



પાટણવાવના પ્રસિદ્ધ ઓસમ ડુંગર પર ભારે વરસાદને કારણે ફસાયેલા ત્રણ નાગરિકોનું ગામના સરપંચ, ફાયર બ્રિગેડ તથા જિલ્લા વહીવટી તંત્રની સમયસૂચકતાથી રેસ્ક્યુ કરાયું હતું અને ત્રણ અનમોલ માનવ જિંદગીને બચાવાઇ હતી.

આ અંગેની વિગતો આપતા ધોરાજીના મામલતદાર એમ.જી.જાડેજાએ જણાવ્યું હતું કે, ઈદની જાહેર રજાને દિવસે ઉપલેટાના ભાવિનગીરી અપારનાથી ઉ.24 અને ક્રિશ્નાબેન ભાવિનગીરી અપારનાથી ઉ.20 તથા પાટણવાવના અરૂણાબેન જયદીપભાઈ અપારનાથી ઉ.23 ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ ડુંગર પર ફરવા ગયા હતા, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે આ ત્રણેય વ્યક્તિઓ ડુંગર પરથી નીચે ઉતરી શકે તેમ નહોતા. આથી તેમણે પાટણવાવના સરપંચ પ્રવીણભાઈ પેથાણીને બચાવવા માટે ફોન કર્યો હતો. સરપંચ પ્રવીણભાઈએ મામલતદાર એમ.જી. જાડેજાને તાત્કાલિક આ બાબતની જાણ કરતા નગરપાલિકાના ફાયર ફાઈટર તથા પાટણવાવના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.કે. કોઠીયા તાત્કાલિક ઓસમ ડુંગર પર પહોંચ્યા હતા અને જરૂરી તમામ સાધન સામગ્રીની મદદ લઇ ઉપરોકત તમામને રેસ્કયુ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application