નૈષધ કારીયા
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ખૂબ સાં કામ થાય છે તેવું માનનાર એક વર્ગ ભૌતિક શાક્ર ભવનની મુલાકાત લે ત્યાર પછી માનતો થઈ જાય છે. ભૌતિક શાક્ર ભવનની આ ઇમ્પ્રેશન આજકાલની નથી પરંતુ દાયકાઓથી આવી છાપ છે. અહીં અભ્યાસ કરતા વિધાર્થીઓને ભણતરની સાથો સાથ સંશોધનમાં અને તેમાં પણ ખાસ કરીને સંશોધન દ્રારા આર્થિક ઉપાર્જનમાં નવા નવા પ્રોજેકટ મળતા હોય છે અને તેના કારણે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના અન્ય ભવન કરતાં ભૌતિક શાક્ર ભવન અને તેના વિધાર્થીઓ હંમેશા એક ડગલું આગળ હોય છે. પ્રદૂષિત થયેલા ગંદા પાણીને શુદ્ધ બનાવવા માટે કરોડો પિયાના ખર્ચે પ્લાન્ટ નાખીને આ કામ કરવું પડતું હોય છે. પરંતુ નેનો ટેકનોલોજીની મદદથી અત્યતં ઓછા ખર્ચે અને પુરા રીઝલ્ટ સાથે દૂષિત પાણી શુદ્ધ કરવાની ટેકનોલોજી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ભૌતિક શાક્ર ભવનની ત્રણ વિધાર્થીનીઓ ક્રિના રામાણી, દેવાંશી પરીખ અને વૃષ્ટ્રિ ડોબરીયા દ્રારા સંશોધિત કરાયા પછી તેમના આ સંશોધને ઉધોગ જગતમાં તહેલકો મચાવ્યો છે. આવું જ બીજું સંશોધન આ ભવનના વિધાર્થીઓએ અને પ્રોફેસરોએ કયુ છે અને તે પેટન્ટ અને રજીસ્ટર્ડ પણ કરવામાં આવ્યું છે.
ભૌતિકશાક્ર ભવનના અધ્યાપક ડો. દેવિત ધ્રુવ તથા વૈશાલી ચાંદેગરા, સંશોધકો પાયલ જોષી અને નિસર્ગ રાવલની સંશોધકોની ટીમે ભૌતિક શાક્ર ભવનની ફંકશન ઓકસાઇડ લેબોરેટરીમાં કોટનનાં કપડા ઉપર સુપર હાઈડ્રોફોબિક અને એન્ટી માઇક્રોબિયલ કોટિંગ સ્વદેશી નેનો ટેકનોલોજીથી તૈયાર કરેલ છે. આ કેમિકલ સંપૂર્ણ રીતે લોરિન ફ્રી તેમજ ઓર્ગેનિક છે. આ નવા કેમિકલ નું કોટિંગ કાપડ, સિમેન્ટ બ્લોક અને લાકડા ઉપર કરી શકાય છે . જેથી આ બધી જ સપાટીઓને પાણી અને જીવાણુઓથી બચાવી શકાય. આ કોટિંગ કરવાથી કાપડ ભીનું થતું નથી. ઉપરાંત સિલ્વર નેનોપાર્ટીકલ્સનો ઉપયોગ થયેલ હોવાથી આ કાપડ એન્ટિ માઇક્રોબિઅલ ગુણધર્મ ધરાવે છે, એટલે કે કાપડ ઉપર પાણી કે અન્ય કોઈ ડાઘ નહીં લાગે તથા બેકટેરિયા, વાયરસ, ફગ કે અન્ય જીવાણુઓનો નાશ થઈ જશે. આ પ્રકારના કોટિંગ નો એક મહત્વપૂર્ણ ઉપયોગ હોસ્પિટલમાં ઓછાડ , કવર પેસન્ટ ગાઉન, ડોકટરના એપ્રોન વગેરે વસ્તુઓ પર લોહી કે અન્ય પદાર્થેા દ્રારા જીવાણું ફેલાવવાનો ભય હોય છે. જયારે આ કેમિકલના કોટિંગ તે વસ્તુઓ ઉપર કરવાથી જીવાણું નષ્ટ્ર થઈ જાય છે અને વિવિધ પ્રકારના ઇન્ફેકશન કે રોગો ફેલાવાથી બચી શકાય છે. આ કોટિંગ ખૂબ જ સરળ રીતે અને ઓછા ખર્ચથી કરી શકાય છે તથા વારંવાર ધોવા છતાં અને ઐંચા તાપમાને પણ આ કોટિંગ ટકી રહે છે.
આ પ્રોજેકટની પ્રત્યક્ષ રજૂઆત મેકરફેસ્ટ કરવામાં આવી હતી તેમજ એપ્લાઇડ સાયન્સ કેટેગરીમાં આ પ્રોજેકટ ને સિલ્વર પ્રાઇસ પ્રા થયું હતું.
મેકરફેસ્ટ દરમિયાન ઘણા બધા ઉધોગપતિઓ વિધાર્થીઓ તથા સંશોધકોએ આ પ્રોજેકટની મુલાકાત લઈ ખૂબ સારા પ્રતિભાવો આપ્યા હતા. આ પ્રોજેકટ ભવનના અધ્યક્ષ ડો. નિકેશભાઈ શાહ, અધ્યાપક ડો. ડેવીટ ધ્રુવ તથા અધ્યાપક ડો. પિયુષ સોલંકીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર 12 માંથી એક બાળક બની રહ્યું છે ઓનલાઈન જાતીય શોષણનો શિકાર
January 23, 2025 10:37 AM‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech