ઇન્ટરનેટ યુગમાં, ઓનલાઇન બાળ જાતીય શોષણ એક વૈશ્વિક પડકાર તરીકે ઉભરી રહ્યું છે. ધ લેન્સેટ ચાઇલ્ડ એન્ડ એડોલેસેન્ટ હેલ્થમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, વૈશ્વિક સ્તરે 12 માંથી એક બાળકે ક્યારેક ને ક્યારેક ઓનલાઇન જાતીય શોષણ અથવા દુર્વ્યવહારનો અનુભવ કર્યો છે. દુનિયાભરમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે, આવા કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ઓનલાઈન બાળ જાતીય શોષણમાં ઓનલાઈન ગ્રુમિંગ, પોર્નોગ્રાફી, સેક્સટિંગ, ફોટાઓ સાથે ચેડાંનો સમાવેશ થાય છે.
લેન્સેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, આ ગુનાના સ્વરૂપ્ને વધુ સારી રીતે સમજવાના હેતુથી આ પહેલું વિશ્લેષણ છે. અહેવાલ મુજબ, 2010 અને 2023 વચ્ચે અગાઉ હાથ ધરાયેલા 123 અભ્યાસોના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું કે આઠમાંથી એક બાળક દુર્વ્યવહારથી પ્રભાવિત હતું. 21માંથી એક બાળક ઓનલાઈન જાતીય શોષણ થી પ્રભાવિત હતું, અને 28માંથી એક બાળક જાતીય શોષણ થી પ્રભાવિત હતું.
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ એશિયા જેવા પ્રદેશોમાં આવા વધુ સંશોધનની જરૂર છે. એઆઈને કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડતા દબાણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. લેખકો કહે છે કે આ અભ્યાસ વિશ્વભરના નીતિ નિમર્તિાઓ, ડોકટરો અને અન્ય સંશોધકો માટે ખૂબ જ સુસંગત છે. આ બાબતે વાત કરતા એઈમ્સ દિલ્હીના મનોચિકિત્સા વિભાગના પ્રોફેસર ડો. રાજેશ સાગરે જણાવ્યું હતું કે, બાળકોના ઓનલાઈન જાતીય શોષણના બનાવો વધી રહ્યા છે. હવે આપણે ઇન્ટરનેટ સંબંધિત દુર્વ્યવહારના કિસ્સાઓ પણ જોઈ રહ્યા છીએ અને મોટાભાગના કિસ્સાઓમાં, બાળકોનું જાતીય શોષણ થાય છે. વાલીઓને આ વાતની જાણ પણ નથી. આ અંગેનો ડેટા ઉપલબ્ધ નથી પણ ભવિષ્યમાં તે એક મોટી સમસ્યા બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech