ધારાસભ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, જિલ્લા ભાજપના કાર્યકરો સહિતના સંગેવાનો સંમેલનમાં જોડાયા
જામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના કાર્યકરો, ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા. ભૂતકાળમાં સંવિધાનને તોડવા માટે કરેલા કર્યો તેમજ કોંગ્રેસ કેવી રીતે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે તેની સમજ આપી હતી અને આ સંમેલનમાં જિલ્લા ભાજપ મહામંત્રી, પ્રદેશ કારોબારી સભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ હતુ,જેમાં જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણીએ પ્રાસંગિક પ્રસ્તાવના રજૂ કરી હતી. ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા તથા ૭૬-કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ કોંગ્રેસ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરને કરેલા અન્યાય તેમજ કોંગ્રેસ સરકાર દ્વારા ભૂતકાળમાં સંવિધાનને તોડવા માટે કરેલા કાર્યો તેમજ કોંગ્રેસ કેવી રીતે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે તેની સાચી સમજ આપી હતી.
આ સંમેલનમાં જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, પ્રદેશ કારોબારી સદસ્ય ડૉ. વિનુભાઈ ભંડેરી, જામનગર જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, અ.જા. મોરચાના પ્રમુખ હીરજીભાઈ ચાવડા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભવાનભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ગાંડુભાઈ ડાંગરીયા, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, કાલાવડ શહેર પ્રમુખ નિરવભાઈ ભટ્ટ, શાસક પક્ષના નેતા જગદીશભાઈ સાંગાણી, તાલુકા મહામંત્રી છગનભાઈ સોરઠીયા, પરાક્રમસિંહ જાડેજા, શહેર મહામંત્રી વિનુભાઈ રાખોલીયા, કાલાવડ શહેર પૂર્વ પ્રમુખ હસમુખભાઈ વોરા સહિતના ભાજપના કાર્યકર્તાઓ તેમજ શહેર અને તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅકસ્માતગ્રસ્તોની મદદ માટે ૧૦૮ બોલાવી મદદરૂપ બનતા આરટીઓ–રોડ સેફટીના અધિકારીઓ
January 23, 2025 03:15 PMવિધાનસભાના બજેટ સત્રમાં નિયમ ૪૪ હેઠળ સરકાર જંત્રી દરમાં ઘટાડો કરે તેવા સંકેત
January 23, 2025 03:11 PMગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો
January 23, 2025 03:09 PM9 અબજ ડોલરથી 57 અબજ ડોલર સુધી, 10 વર્ષમાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500 ટકાથી વધુનો વધારો
January 23, 2025 03:07 PMઅનોખી કામીગીરી: દારૂ નહીં સાયલેન્સર પર રોડ રોલર ફેરવાયું
January 23, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech