જામનગર જિલ્લામાં SGFI સીધી રાજ્યકક્ષાની સોફટબોલ અંડર 17 ભાઈઓ અને બહેનો માટે સ્પર્ધા યોજાશે

  • October 24, 2023 10:40 AM 

ભાઈઓ માટે તા.28 અને બહેનો માટે તા.30 ઓકટોબરના રોજ સ્પર્ધા યોજાશે


સરકારના રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારી જામનગર દ્વારા સંચાલિત SGFI સીધી રાજ્યકક્ષાની સોફટબોલ અંડર 17 વયજૂથના ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન કાલાવડ તાલુકાની જેપીએસ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં અંડર 17 ભાઈઓએ તા.27 ઓકટોબરના રોજ કાલાવડ નગરપાલિકા ટાઉનહોલ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે.


જેની સ્પર્ધા તા.28 ઓકટોબરના રોજ સવારે 7:00 વાગ્યાથી શરૂ થશે. અંડર17 બહેનોએ તા.29 ઓકટોબરના રોજ સાંજે 5:00 કલાકે કાલાવડ નગરપાલિકા ટાઉનહોલ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે. જેની સ્પર્ધા તા.30 ઓકટોબરના રોજ સવારે 7:00 વાગ્યાથી યોજાશે. ટીમના તમામ ખેલાડીઓએ SGFI માન્ય એલીજીબીલીટી ફોર્મમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સહી સિક્કા સાથે લાવવાનું રહેશે. તે રીપોર્ટીંગ સમયે રજુ કરવાનું રહેશે.


ખેલાડીઓએ એલીજીબીલીટી સાથે આધારકાર્ડ,જન્મનું પ્રમાણપત્ર અને શાળા બોનોફાઇટ સર્ટીફિકેટ રજુ કરવાનું રહેશે. સ્પર્ધા સ્થળે નિવાસ સ્થળે ખેલાડીઓએ શિસ્તબધ્ધ રીતે વર્તવાનું રહેશે. સ્પર્ધા/ સ્થળે નિવાસ સ્થળે કોઈ પણ પ્રકારનું નુકશાન કરવામાં આવશે તો તે નુકશાનની પુરેપુરી રકમ જ તે ખેલાડી ટીમ મેનેજરશ્રીએ ભરપાઇ કરવાની રહેશે. ભોજન નાસ્તા સમયે જે તે ટીમના ટીમ મેનેજરશ્રીએ ટીમ સાથે આવવાનું રહેશે અને શિસ્તબધ્ધ રીતે વર્તવાનું રહેશે.


આ પ્રવાસ ખર્ચ ટૂંકામાં ટૂંક અંતરનું ભાગ પાડ્યા વગરનું સિધ્ધા રૂટનું અને સાદી/રેલવે/એક્સપ્રેસ/રેલવે બીજા વર્ગનું ભાડું ચૂકવવામાં આવશે. ટીમ મેનેજરશ્રીએ ખેલાડીઓના આવવા-જવાના પ્રવાસ ભથ્થાંની વ્યવસ્થા કરીને આવવાનું રહેશે. પ્રવાસ ખર્ચના નાણા ટીમ  મેનેજરશ્રીના બેન્ક ખાતામાં RTGS થી ચુકવવામાં આવશે જેથી બેન્ક ખાતાની વિગત સાથે લઇને આવવાની રહેશે.


ખેલાડીઓએ સ્પર્ધા અનુરૂપ ગણવેશ કીટ સાથે લઇને આવવાનું રહેશે. રાજ્ય કક્ષાએ મેચ હારી જનાર ટીમ સ્પર્ધા સ્થળ છોડી દેવાનું રહેશે, પરિપત્રની એક નકલ ટીમ મેનેજરશ્રીને અચુકપણે આપવાની રહેશે તથા એન્ટ્રીની ઓરીજનલ નકલ પણ સાથે લાવવાની રહેશે. જણાવ્યા મુજબની જ તારીખે,સમયસર સ્પર્ધા સ્થળે આવવાનુ રહેશે અન્યથા નિવાસ/ભોજનની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. એક સંસ્થાની એક જ ટીમે ભાગ લેવાનું રહેશે એક ટીમ સાથે એક ટીમ મૅનેજર અને કોચને મોકલવાના રહેશે.


ભાઇઓની ટીમ સાથે મેનેજર તરીકે ભાઇઓએ ને જ લાવવાના રહેશે અને બહેનોની ટીમ સાથે મેનેજર તરીકે બહેનને જ લાવવાના જ રહેશે. ઉપલબ્ધ મહતમ સાધન, મેદાન અને નિવાસ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવશે અન્ય બીજી કોઈ નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application