એનસીપી અજિત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારના નાગરિક પુરવઠા મંત્રી મંત્રી ધનંજય મુંડે આજે મંત્રી પદ પરથી રાજીનામું આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને રાજીનામું આપવા કહ્યું છે. બીડના સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં તેમનું નામ જોડાયા બાદ, સરકાર પર તેમનું રાજીનામું લેવાનું દબાણ સતત વધી રહ્યું હતું.જેના પગલે આ નિર્ણય લેવાયો છે.
ગત રાત્રે સીએમ ફડણવીસે એનસીપી સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ફડણવીસ પોતે અજિત પવારના નિવાસસ્થાને ગયા હતા. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં મુખ્યમંત્રીએ ધનંજય મુંડેને રાજીનામું આપવા કહ્યું.આ પહેલા ચાર્જશીટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તેના પર પેશાબ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ પછી લોકોનો ગુસ્સો વધુ વધી ગયો. આને ધ્યાનમાં રાખીને, સીએમ ફડણવીસે એનસીપીની કોર કમિટી સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
બીજી તરફ એવા એક સમાચાર એ પણ આવી રહ્યા છે કે ધનંજય મુંડે તેમની બીમારીના કારણે રાજીનામું આપી શકે છે. વાસ્તવમાં, ધનંજય મુંડે બેલ્સ પાલ્સી નામની બીમારીથી પીડિત છે, જેના કારણે તેમને બોલવામાં તકલીફ પડી રહી છે. હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મુંડે આ બીમારીના આધારે મંત્રી પદ પરથી રાજીનામું આપશે. જોકે આ ફક્ત અટકળો છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રના બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે ઘેરાયેલા છે. વિપક્ષ સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે. મુંડે પરના આરોપો બાદ મહાયુતિ સરકાર શરમનો સામનો કરી રહી છે. તે જ સમયે, મુંડેના રાજીનામા માટે ફડણવીસ સરકાર પર દબાણ વધી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપેટ્રોલ પંપ માલિકના નામે ગોવાના ડિલર સાથે ૧.૨૦ લાખની છેતરપિંડી
March 29, 2025 02:53 PMઆંદોલનકારીઓ સાથે કડક વલણ મોટી સંખ્યામાં અટકાયત શરૂ થઇ
March 29, 2025 02:50 PMસ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરએ સાઉથ કોરિયાનો પ્રવાસ ઠુકરાવ્યો; મેયર ઉડાન ભરશે
March 29, 2025 02:45 PMપડોશી દંપતિ, પુત્રવધુ સહીત ચારનો મહિલા-સાસુ ઉપર હુમલો
March 29, 2025 02:41 PMકાલથી રેસકોર્ષમાં ગુંજશે રાધે રાધેનો નાદ: પૂ.જીગ્નેશદાદાની કથાનો પ્રારંભ
March 29, 2025 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech