જૂનાગઢમાં વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના કેટલાક રસ્તાઓ વરસાદના કારણે બંધ થઈ ગયા છે જ્યારે 60થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે.
જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં જળબંબાકાર
વિગતવાર વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામા પડેલા ભારે વરસાદે તારાજી સર્જી દિધી છે. જૂનાગઢ જિલ્લાના અત્યાર સુધીમાં કુલ 75 રસ્તાઓ વરસાદને કારણે બંધ થઈ ગયા છે. આ ઉપરાંત સંપર્ક વિહોણા ગામની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના 62 ગામ જમીન માર્ગે સંપર્ક વિહોણા બન્યા છે.
કંટ્રોલ દ્વારા તમામ ગામનો સંપર્ક યથાવત
જૂનાગઢ જિલ્લાના 62 ગામ જમીન માર્ગે સંપર્ક વિહોણા થયાના સમાચાર સામે આવ્યા છે. મહત્વની વાત છે કે તંત્રના કંટ્રોલ રૂમ મારફતે તમામ ગામનો સંપર્ક યથાવત છે. આ ઉપરાંત ST બસના 14 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.
કાર ચાલક પાણીમાં તણાયો
માળીયામા ઇકો કાર ચાલક પાણીમાં તણાઈ ગયો હતો. જો કે તે મળી આવેલ છે. તંત્ર દ્વારા લોકોને બિન જરૂરી અવરજવર ના કરવા માટે અપીલ પણ કરવામાંં આવી છે.
ઘેડ પંથકના ગામો ત્રીજી વાર બેટમાં ફેરવાયા
જૂનાગઢના માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ગામો ત્રીજી વાર બેટમાં ફેરવાયા છે. સરમાં સમરડા સાંઢા ઘોડાદર ભાથરોટ બગસરા ફૂલરામાં સહિત અનેક ગામો બેટમાં ફેરવાયા છે. અવિરત વરસાદ પડતાં ક્યાંક ખુશી ક્યાંક તારાજી સર્જાઈ છે. ખેડૂતોના ખેતરોમાં નદી જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ મગફળી સોયાબીન કપાસ જેવા પાકોનું વાવેતર કર્યુ છે. ખેડૂતોના સો ટકા પાક નિષ્ફળ જઈ શકે તેવી ભિતી સેવાઈ રહી છે. ઓઝત નદીના પાળા તૂટ્યા બાદ વધુ સ્થિતિ વિકરાળ બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech