નાયબ દંડક રમણભાઈ સોલંકીએ ભાવનગર શહેરની સંકલ્પ યાત્રાને કરાવ્યું પ્રસ્થાન

  • November 28, 2023 05:15 PM 

ભાવનગરમાં તા.૨૮ નવેમ્બર, ૨૦૨૩થી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" શરુ થઈ છે. વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વિવિધ ૧૭ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીને સીધો જ મળી રહે એવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.


ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા -જુદા વોર્ડમાંથી આજે તા.૨૮થી  "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નું આયોજન હાથ ધરવામાં આવેલ છે .જેમાં ગુજરાત વિધાનસભા નાયબ દંડક રમણભાઈ સોલંકી દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતેથી સવારે ૧૦ કલાકે યાત્રાને  પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.આ પ્રસંગે મેયર,સાંસદ,ભાવનગર પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્યો,મહાપાલિકાના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.


  ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે જે બાબતો ધ્યાનમાં રાખીને  ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી કલ્યાણકારી  યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવામા આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application