સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે દેહરાદુન ખાતે ૭માં સશસ્ત્ર સેના પુર્વ સૈનિક દિવસ સમારોહની કરી અધ્યક્ષતા

  • January 15, 2023 02:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે દેહરાદુન ખાતે ૭માં સશસ્ત્ર સેના પુર્વ સૈનિક દિવસ સમારોહની અધ્યક્ષતા કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેહરાદુનના જસવંત મેદાનમાં સશસ્ત્ર સેના પુર્વ સૈનિક રેલીને સંબોધી હતી તેમજ એક દેહરાદુનથી ગામશીલ સુધીની કાર રેલીને લીલી ઝંડી બતાવી હતી. સોલ ઓફ સ્ટીલ આલ્પાઇન ચેલેન્જની પણ શરૂઆત કરાવી હતી. આ ભારતીય સેના અને કર્લા ગ્લોબલની સાહસિક રમતોની એક સંયુકત પહેલ છે. સંરક્ષણ પ્રધાન સર્વોચ્ચ બલિદાન અને સશસ્ત્ર દળોની સમર્પિત સેવાઓને શ્રધ્ધાંજલી આપવા શોર્ય સ્થળ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતુ.



આજે 7મા શસ્ત્ર સેના ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્મારક ખાતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તો, બીજી તરફ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેહરાદૂનમાં ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણીના ભાગરૂપે સેનાની રેલીમાં સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે કહ્યું કે, ત્રણેય સેનાના જવાનોએ દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સુરક્ષા વિના વિકાસ શક્ય નથી. તેમણે કહ્યું કે, જવાનોની સામે મોટા પડકારો હોવા છતાં, તેઓ તેમના જીવની પરવાહ કર્યા વિના આપણી રક્ષા કરી રહ્યા છે. આ સાથે રાજનાથ સિંહે કહ્યું કે ઉત્તરાખંડના જવાનોએ દેશની એકતા અને અખંડિતતાની રક્ષા કરી છે. તો, સંરક્ષણ મંત્રીએ ગામશાલી ખાતેથી એક કાર યાત્રાને લીલી ઝંડી બતાવીને 'Soul of Steel, Alpine Challenge'ની પણ શરૂઆત કરી હતી. તે ભારતીય સેના અને CLAW Global દ્વારા સાહસિક રમતોની સંયુક્ત પહેલ છે. બીજી તરફ સંરક્ષણ મંત્રી સશસ્ત્ર દળોની સમર્પિત સેવા અને સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ રૂપે ઉત્તરાખંડ વોર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિકસિત શૌર્ય સ્થળને સમર્પિત કર્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application