ડેનમાર્કના વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન પર અચાનક જ એક વ્યકિતએ ધસી આવીને હત્પમલો કર્યેા હતો. અચાનક જ થયેલા આ હત્પમલાથી વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન ડઘાઈ ગયા હતા. આ ઘટનામાં પીએમને ઈજા થઈ છે કે નહીં તે જાણી શકાયું નથી. સ્લોવાકિયાના પીએમ રોબર્ટ ફિકોને ગોળી માર્યાના અઠવાડિયા પછી આ હત્પમલો થયો છે. આવી ઘટનાઓ દેશમાટે ચિંતા પ્રેરક બની રહી છે.
ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિકસન પર રાજધાની કોપનહેગનમાં એક વ્યકિતએ અચાનક જ હત્પમલો કર્યેા હતો. વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે હત્પમલો કરનાર વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેનને કોપનહેગનમાં કલ્તુર્વેટ ઇન્ટરસેકશન પર એક વ્યકિતએ ટક્કર મારી હતી. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રોડ પર થયેલા હત્પમલાથી પીએમ ડઘાઈ ગયા હતા, જો કે તેમને વળતો પ્રતિકાર પણ કર્યેા હતો. ડેનમાર્કના પર્યાવરણ મંત્રી મેસ હ્યુનિકે હત્પમલા બાદ રાષ્ટ્ર્રીય એકતા માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે 'રાજકીય મતભેદો, ચૂંટણી પ્રચારની રીતો ને ધ્યાનમાં લીધા વિના એકબીજાની કાળજી લેવી દરેકની જવાબદારી છે.તેણે એકસ પર એક પોસ્ટમાં લખ્યું, 'આપણા સુંદર, સુરક્ષિત અને મુકત દેશમાં આવું કઈં ન થવું જોઈએ. આ હલકું અને અસ્વીકાર્ય કૃત્ય છે.
યુરોપિયન નેતાઓએ ચિંતા વ્યકત કરી
યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને તેને એક ધિક્કારપાત્ર કૃત્ય ગણાવ્યું .યુરોપિયન રાજનેતાઓએ હત્પમલા અંગે શોક વ્યકત કર્યેા હતો.લાતવિયન વડા પ્રધાન ઇવિકા સિલિનાએ એકસ પર એક પોસ્ટમાં કહ્યું. અમે તમારી અને તમારા પ્રિયજનો સાથે છીએ. નેતાઓએ તેમને ઝડપથી સ્વાસ્થ્ય પ્રા થાય તેવી કામના પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech