નવાનગર નેચર કલબ દ્વારા ઓપન ગુજરાત "વોટ ફોર અર્થ-૪" થી સાયકલોથોનનું આયોજન

  • December 16, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની નવાનગર નેચર કલબ પર્યાવરણ જાગૃતિ માટેનાં નવતર પ્રયોગો માટે ખુબ જ જાણીતી છે. નહીં નફો નહીં નુકસાનને અનુસરતી સરકારમાન્ય રજિસ્ટર્ડ આ સંસ્થા છેલ્લા ૧૭ વર્ષથી પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવે છે. પર્યાવરણ પ્રદુષણનું એક મુખ્ય કારણ વાહનો દ્વારા પેટ્રોલ તથા ડિઝલનાં દહનથી વધતું કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ છે.


લોકો આ સમસ્યાને સમજીને વધુ ને વધુ સાયકલનાં ઉપયોગને પ્રાધાન્ય આપે તેવા હેતુ સાથે આગામી તા:૨૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૪થી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે; જેમાં ૬ વર્ષથી ઉપરના બાળકો, ભાઈઓ તથા બહેનો ભાગ લઈ શકે તે માટે ૧૦૦ કિમી, ૫૦ કિમી, ૨૫ કિમી તથા ૧૦કિમી સાયકલિંગનું આયોજન કરેલ છે.


અગાઉ પણ આ સંસ્થા દ્વારા ત્રણ વખત સાયકલ રેસનું આયોજન કરેલ જે ખુબ જ સફળ રહ્યું હતું; જેમાં ૫૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો. દર વર્ષે માત્ર જામનગર શહેરમાં જ પેટ્રોલ તથા ડિઝલનો વપરાશ હજારો લીટરનો છે. સાયકલનાં વપરાશથી માત્ર સ્વાસ્થમાં સુધારો જ નથી થતો પરંતુ પ્રદુષણમાં પણ ધટાડો થાય છે. આ સાયકલોથોનનો મુખ્ય હેતુ લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે, સ્કૂલનાં બાળકો સાયકલ તરફ વળે અને એ દ્વારા પર્યાવરણ જાળવણીમાં પોતાનું પ્રત્યક્ષ/પરોક્ષ યોગદાન આપે તેવો છે.


દસ વર્ષ ઉપરના ભાગ લેનાર સ્પર્ધકોને ટી-શર્ટ, આપવામાં આવશે તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા નાસ્તો અને એનર્જી ડ્રીંકની સાથે સાથે પુરસ્કાર આપવામાં આવશે. આપણાં જામનગરને પ્રદુષણમુક્ત તેમજ સ્વચ્છ બનાવવાનાં આ ભગીરથ પ્રયાસને સફળ બનાવવા સમગ્ર ગુજરાતનાં સાયકલ રસિયાઓની સાથે શહેરની સ્કૂલો, કોલેજોનાં વિદ્યાર્થીઓને જોડાવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


સાયકલોથોનમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો ભાગ લઈ શકશે તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ રાખેલ છે. જેમાં સ્પર્ધકોએ ૩૦, ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં https://www.nncgreen.org/cyclothon2024 પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રીએ પોતાની સ્કૂલનાં વિદ્યાર્થીઓને જોડવા માટે સંસ્થાનાં પ્રમુખશ્રી ને મો.૯૯૨૫૫૬૦૧૯૯ પર ફોન કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વિજેતાઓને દેશનાં પ્રસિદ્ધ પ્રિન્ટ મીડિયા તથા ઇલોક્ટ્રોનિક મીડિયાની ઉપસ્થિતિમાં રાજકીય, સામજિક તેમજ સરકારના ઉચ્ચ અધિકારીઓનાં વરદહસ્તે પુરસ્કાર, પ્રમાણપત્ર તથા મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application