8 kmની ઝડપ સાથે વાવાઝોડુ જખૌથી હવે માત્ર 120 km દુર, દરિયા કાંઠે ભારે ફુંકાઈ રહ્યો છે પવન

  • June 15, 2023 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છના દરિયા કિનારા વિસ્તારમા દરિયામા ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની અસર વચ્ચે સુથરીના દરિયા કિનારે દરિયામા ભારે મોજા સાથે પવનની ઝડપ વધી છે અને દરિયામા કરંટ જોવા મળ્યો. 

 
કચ્છમાં ધીરે ધીરે વાવાઝોડાની અસર વધી રહી છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે જખૌનો પોર્ટ બંધ કરવામાં આવ્યો છે. જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ પોર્ટ બંધ કરાવી દેવાયો છે. પીઆઈ ડી.એસ.ઇશરાની દ્વારા જખૌ પોર્ટ પર જવાનો રસ્તો બંધ કરાયો છે. લોકો તેમજ મીડિયા કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. તો સાથે જ જખૌ બંદર પર સમુદ્રની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પરના કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ સાંજથી શરૂ થઈને રાત સુધી રહેશે. લેન્ડફોલ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની હશે. હાલ પવનની ઝડપ 125-135 કિમી છે.


વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે. અત્યાર સુધી 46 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRF સાથે 4 ફાયર વિભાગની ટીમ તહેનાત છે. જે નલિયા, નારાયણસરોવર, માંડવી અને ભુજમાં રહેશે. NDRFની ટીમ વાવાઝોડા બાદ રાહત બચાવની કામગીરી કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application