બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન 'મોચા' ત્રાટકવાની શક્યતા, 60 કિમી ઝડપથી પવન ફૂંકાશે,કરાયું એલર્ટ જાહેર

  • May 06, 2023 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય હવામાન વિભાગે ચક્રવાતને લઈને માહિતી આપી છે. આ માહિતી પ્રમાણે આજે સવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ 8 મે ના રોજ સવાર સુધીમાં પ્રદેશમાં ખુબ જ નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં દબાણ કેન્દ્રિત થવાની સંભાવના છે.


ભારતી હવામાન વિભાગના ડીજીએ જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન ઉત્તરથી બંગાળની ખાડીના મધ્ય ભાગ તરફ આગળ વધવાની પ્રબળ સંભાવના છે. આ હવામાન પ્રણાલીને કારણે, 8 થી 12 મે દરમિયાન મોટાભાગના સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે છે.


આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 10 મેના રોજ છૂટાછવાયાથી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આવતીકાલે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, આંદામાન-નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. પવનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ રહેવાની સંભાવના છે.


હવામાન વિભાગે માછીમારો, નાના જહાજો, બોટ માટે સૂચના આપી છે કે તેઓ 7 મે બાદ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં અને દક્ષિણપૂર્વ અને મધ્ય બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારોમાં 9 મેથી અવરજવર ટાળે. તેમને 7 મે પહેલા સુરક્ષિત સ્થળો પર પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. જે લોકો બંગાળની ખાડીની મધ્યમાં છે તેમને 9 મે પહેલા પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને મધ્ય ખાડીના દરિયાઈ વિસ્તારોમાં 8 થી 12 મે દરમિયાન અને આંદામાન સમુદ્રમાં 8 થી 10 મે દરમિયાન શિપિંગ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application