જામજોધપુર નજીક ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ગિરફતાર

  • November 01, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વસંતપુરના પાટીયા પોલીસે પકડી લીધો: મોબાઇલ અને રોકડ જપ્ત

જામજોધપુરના વસંતપુરના પાટીયા પાસે વર્લ્ડકપની મેચ પર સટ્ટો રમતા શખ્સને સ્થાનિક પોલીસે પકડી લીધો હતો.
જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં રહેતા વેપારી રામશી ખીમા ડાંગર (ઉ.વ. ૩પ) નામના શખ્સને વસંતપુરના પાટીયા પાસે મોબાઇલ ફોનની એપમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલા ક્રિકેટ મેચ નિહાળીને હારજીતના સોદા કરતા સ્થાનિક પોલીસે દબોચી લીધો હતો, તેની પાસેથી રુા. પ૧૦ ની રોકડ અને એક મોબાઇલ મળી આવતા કુલ ૮પ૧૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application